નવી દિલ્હી: આ વર્ષે ટી20 વર્લ્ડ કપ બાદ રોહિત શર્મા ભારતના આગામી વનડે અને ટી20 કેપ્ટન બની શકે છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ હાલમાં જ ટી20 વર્લ્ડ કપ બાદ ટી20ની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. વિરાટ કોહલી 2021 ટી20 વર્લ્ડ કપ બાદ ટી20ની કેપ્ટનશીપ છોડી દેશે. વિરાટ માટે હાલ સમય સારો નથી. એવી અટકળો હતી કે BCCI વિરાટ કોહલીથી નારાજ હતું જેના કારણે વિરાટ કોહલીએ આ પગલું ભરવું પડ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરેક કેપ્ટનના આવવાથી ટીમમાં મોટા ફેરફાર થતા હોય છે. ટીમ ઈન્ડિયામાં પણ એવા 3 ખેલાડીઓ છે જે રોહિત શર્માના આવતા જ પોતાની જગ્યા ગુમાવી શકે છે. 


ઋષભ પંત
રોહિત શર્મા જ ટીમ ઈન્ડિયાના કેપ્ટન બને તો યુવા બેટ્સમેન ઈશાન કિશનને વિકેટકિપર બેટ્સમેન તરીકે ટી20 અને વનડે ટીમમાં સ્થાન મળી શકે છે. ઈશાન કિશન મુંબઈની ટીમમાં રોહિત શર્મા સાથે રમે છે અને આવામાં રોહિત જો કેપ્ટન બને તો ઋષભ પંતની જગ્યા જોખમાઈ શકે છે. 


Team India ને મળી ગયો હાર્દિક પંડ્યાનો વિકલ્પ, ગજબની બેટિંગ અને બોલિંગ કરે છે આ ધાકડ ખેલાડી


નવદીપ સૈની
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર નવદીપ સૈની ટી20, વનડે અને  ટેસ્ટ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયામાં સામેલ રહે છે. નવદીપ સૈનીને હજુ સુધી જોકે ટીમ ઈન્ડિયામાં કઈ ખાસ તક મળી નથી. જો રોહિત શર્મા કેપ્ટન બને તો નવદીપ સૈનીની જગ્યાએ તે કોઈ બીજા બોલરને ટીમમાં તક આપી શકે છે. 


IPL થી મળ્યો વધુ એક અત્યંત ઘાતક બોલર, આવનારા સમયમાં બનશે ટીમ ઈન્ડિયાનું સૌથી મોટું હથિયાર!


વોશિંગ્ટન સુંદર
ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર પણ વિરાટ કોહલીના પસંદગીના ખેલાડીમાંથી એક છે. વોશિંગ્ટન સુંદર આરસીબીની ટીમમાં પણ વિરાટ કોહલી સાથે રમે છે. વોશિંગ્ટન સુંદર ટી20, વનડે અને ટેસ્ટ એમ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે રમે છે. રોહિત શર્મા જો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બને તો વોશિંગ્ટન સુંદરની જગ્યાએ ક્રુણાલ પંડ્યા કે પછી જયંત યાદવની ટીમમાં એન્ટ્રી થઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube