Team India ને મળી ગયો હાર્દિક પંડ્યાનો વિકલ્પ, ગજબની બેટિંગ અને બોલિંગ કરે છે આ ધાકડ ખેલાડી

ટીમ ઈન્ડિયાનો ધાકડ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલ ફિટનેસની સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે. હાર્દિક પંડ્યાએ જો જલદી બોલિંગ કરવાનું શરૂ ન કર્યું તો તેની જગ્યાએ ભારતીય ટીમ મેનેજમેન્ટ કોઈ અન્ય ઓલરાઉન્ડરને તક આપવા પર વિચાર કરી શકે છે.

Team India ને મળી ગયો હાર્દિક પંડ્યાનો વિકલ્પ, ગજબની બેટિંગ અને બોલિંગ કરે છે આ ધાકડ ખેલાડી

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાનો ધાકડ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલ ફિટનેસની સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે. હાર્દિક પંડ્યાએ જો જલદી બોલિંગ કરવાનું શરૂ ન કર્યું તો તેની જગ્યાએ ભારતીય ટીમ મેનેજમેન્ટ કોઈ અન્ય ઓલરાઉન્ડરને તક આપવા પર વિચાર કરી શકે છે.  IPL 2021 માં શાનદાર પ્રદર્શન કરીને એક ખેલાડી ખુબ જ ચર્ચામાં છે. 

કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) નો ઓપનર વ્યંકટેશ ઐયર હાલ ખુબ ચર્ચામાં છે. તેણે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. વ્યંકટેશ ઐયરની જબરદસ્ત બેટિંગ ઉપરાંત ગજબની બોલિંગ પણ તેનો પ્લસ પોઈન્ટ છે. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ વ્યંકટેશ ઐયરે મંગળવારે રમાયેલી આઈપીએલ મેચમાં જબરદસ્ત બોલિંગ કરીને ફેન્સના મન જીત્યા હતા. 

ગજબની બેટિંગ અને બોલિંગ
વ્યંકટેશ ઐયરે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ શિમરોન હેટમાયર અને અક્ષર પટેલની વિકેટ લીધી હતી. ઐયરે 4 ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ લીધી. જમણા હાથના ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર વ્યંકટેશ ઐયરનો બોલર તરીકેનો ટી20 રેકોર્ડ શાનદાર ચે. તેણે 41 મેચમાં 26ની સરરાશથી તથા 6.95ની ઈકોનોમીથી 21 વિકેટો લીધી છે. વ્યંકટેશ ઐયર 10 ફર્સ્ટ કલાસ મેચોમાં 7 અને 24 એ મેચમાં 5.50ની ઈકોનોમીથી 10 વિકેટ લઈ ચૂક્યો છે. વ્યંકટેશ ઐયરે પોતાના શાનદાર બોલિંગ પ્રદર્શનથી દેખાડી દીધુ કે હાર્દિક પંડ્યાનો તે ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. 

17 ઓક્ટોબરથી શરૂ થશે ટી20 વર્લ્ડ કપ
ટી20 વર્લ્ડ કપની શરૂઆત 17 ઓક્ટોબરથી યુએઈમાં થશે. આ ટુર્નામેન્ટમાં 16 ટીમો ભાગ લેશે. ટુર્નામેન્ટની શરૂઆત ઓમાન અને પાપુઆ ન્યૂ ગિની વચ્ચે રાઉન્ડ 1 ગ્રુપ બીની મેચથી થશે. જેમાં ગ્રુપ બીની અન્ય ટીમો સ્કોટલેન્ડ અને બાંગ્લાદેશ આપસમાં ટકરાશે. ગ્રુપ એમાં આયરલેન્ડ, નેધરલેન્ડ, શ્રીલંકા અને નામિબિયા સામેલ છે. રાઉન્ટ 1ની મેચ 17ઓક્ટોબરથી 22 ઓક્ટોબર સુધી રમાશે. દરેક ગ્રુપમાંથી બે ટોપ ટીમો 23 ઓક્ટોબરથી શરૂ થનારી સુપર 12 તબક્કામાં જશે. પહેલી સેમીફાઈનલ 10 નવેમ્બરે અબુધાબીમાં રમાશે. બીજી સેમીફાઈનલ 11 નવેમ્બરે દુબઈમાં રમાશે. બંને સેમીફાઈનલમાં રિઝર્વ ડે રખાયા છે. ટુર્નામેન્ટની ફાઈનલ દુબઈમાં 14 નવેમ્બરે રમાશે. ફાઈનલ માટે પણ રિઝર્વ ડે રખાયો છે. 

ટી20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), કે એલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટ કિપર), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુનિેશ્વર કુમાર, મોહમ્મદ શમી

સ્ટેન્ડબાય- શ્રેયસ ઐય્યર, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર
કોચ- રવિ શાસ્ત્રી
મેન્ટર- એમ એસ ધોની

શું હાર્દિક પંડ્યા ટીમમાંથી બહાર થઈ શકે?
કેટલાક રિપોર્ટ્સ મુજબ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને તેની ફિટનેસના પગલે વર્લ્ડ કપ ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. તમામ ટીમો પાસે પોતાની ટીમ બદલવા માટે 10 ઓક્ટોબર સુધીનો સમય છે. આવામાં હાર્દિક પંડ્યા બોલિંગ કરી ન કરી શક્યો તો મેનેજમેન્ટ શાર્દુલ ઠાકુર કે શ્રેયસ ઐયરને લાવવાનો વિચાર કરી શકે છે. હાલ ઠાકુર અને ઐયરને રિઝર્વ ખેલાડી તરીકે સામેલ કરાયા છે. જો કે બીસીસીઆઈ માટે આમ કરવું મુશ્કેલ બનશે. હાલ તેની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. સમય સાથે તસવીર સ્પષ્ટ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news