સિડનીઃ ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતવાનો પ્રયત્ન કરી રહેલી ભારતીય ક્રિકેટ ટીમ બુધવારથી ક્રિકેટ  ઓસ્ટ્રેલિયા ઇલેવન વિરુદ્ધ એકમાર્ત પ્રેક્ટિસ મેચનો ફાયદો ઉઠાવવા ઈચ્છશે. ચાર મેચોની ટેસ્ટ સિરીઝ 6  ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થશે. આ મેચને પ્રથમ શ્રેણીનો દરજ્જો આપવામાં આવ્યો નથી, જેથી ભારતના તમામ ખેલાડીઓ આમાં ભાગ લઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની ઈલેવનમાં પણ ડાર્સી શોર્ટને છોડીને કોઈ જાણીતું નામ નથી. ભારત માટે આ સફેદ બોલમાંથી  લાલ બોલને અનુકૂળ કરવાની એતમાત્ર તક છે. આ સિરીઝ બાદ 2019 વિશ્વકપ સુધી ભારતે સતત વનડે ક્રિકેટ  રમવાનું છે. આ વર્ષે આ વિદેશની ધરતી પર અંતિમ ટેસ્ટ શ્રેણી છે. 



ટી-20 સિરીઝમાં બરોબરી કર્યા બાદ ભારતીય ટીમે મંગળવારે અહીં ત્રણ કલાક પ્રેક્ટિસ કરી હતી. થ્રો ડાઉન  નિષ્ણાંત નુવાન સેનેવિરત્નેની સામે તમામ મુખ્ય બેટ્સમેનોએ પ્રેક્ટિસ કરી હતી. બેટ્સમેનોએ ઓફ સ્પિન વિરુદ્ધ  ખાસ તૈયારી કરી છે. વોશિંગટન સુંદર ટીમને પ્રેક્ટિસ કરાવવા માટે 29 નવેમ્બર સુધી ત્યાં હાજર છે. 



વિરાટ કોહલીએ સૌથી પહેલા થ્રો ડાઉન પર પ્રેક્ટિસ કરી અને પછી સ્પિન નેટ પર ગયો હતો. રોહિત શર્મા અને  રાહુલે ઘણી પ્રેક્ટિસ કરી અને કુલદીપ યાદવની લેગ સ્પિનનો સામનો કર્યો હતો. રિષભ પંત, પાર્થિવ પટેલ અને  હનુમા વિહારી સૌથી છેલ્લે નેટસત્રમાંથી બહાર આવ્યા હતા. સિડનીમાં આગામી 24-36 કલાકમાં ભારે વરસાદની  આશંકા છે જેથી મેચ ચારની જગ્યાએ ત્રણ દિવસનો પણ થઈ શકે છે.