નવી દિલ્હી: ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ બુધવારે જાહેરાત કરી હતી કે 2022 તેની અંતિમ સિઝન હશે કારણ કે તેની એનર્જી હવે પહેલા જેવી રહી નથી અને દરેક દિવસના પ્રેસર માટે ઊર્જા અને પ્રેરણા હવે સમાન નથી. 35 વર્ષીય સાનિયા માર્ચ 2019 માં પુત્રના જન્મ પછી ટેનિસમાં પાછી આવી હતી પરંતુ કોરોના મહામારી તેની પ્રગતિના માર્ગમાં આડે આવી હતી. સાનિયાએ તેની સાથી નાદિયા કિચેનોક સાથે ઓસ્ટ્રેલિયન ઓપનમાં મહિલા ડબલ્સના પ્રથમ રાઉન્ડમાં હાર્યા બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાનિયાએ મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'આ માટે ઘણા બધા કારણો છે. તે એટલું સરળ નથી કે 'ઓકે હવે હું નહીં રમીશ'. મને લાગે છે કે મને સ્વસ્થ થવામાં ઘણો સમય લાગી રહ્યો છે. મને લાગે છે કે મારો પુત્ર માત્ર ત્રણ વર્ષનો છે અને હું તેની સાથે આટલી મુસાફરી કરીને તેને જોખમમાં મૂકું છું, અને આ એક એવી વસ્તુ છે જેનું મારે ધ્યાન રાખવું પડશે.


મેચ પહેલા કોચની ઇચ્છા હતી કે ટીમ ઇન્ડિયા કરે SEX, પુસ્તકમાં કર્યો જબરદસ્ત ખુલાસો


તેણે કહ્યું, 'મારું શરીર પણ હવે નબળું પડી રહ્યું છે. આજે મારો ઘૂંટણ ખરેખર દુખે છે. હું એમ નથી કહેતી કે આના કારણે જ અમે હારી ગયા, પરંતુ મને લાગે છે કે મને સાજા થવામાં થોડો સમય લાગી રહ્યો છે કારણ કે મારી ઉંમર વધી રહી છે.


હવે નહીં ખર્ચાય પેટ્રોલ પાછળ વધારે પૈસા, TATA ની ઓછી કિંમતમાં લોન્ચ કરી આ બે CNG કાર


Vodafone Idea ના જબરદસ્ત Plan એ ઉડાડી Jio, Airtel ની ઉંઘ! દરરોજ 1.5GB ડેટા સાથે અન્ય બેનિફિટ્સ


ડબલ્સમાં 6 વખત ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતી ચૂકી છે
ડબલ્સમાં પૂર્વ વર્લ્ડ નંબર વન સાનિયા 6 વખત ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતી ચૂકી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube