હવે નહીં ખર્ચાય પેટ્રોલ પાછળ વધારે પૈસા, TATA ની ઓછી કિંમતમાં લોન્ચ કરી આ બે CNG કાર

TATA Motors એ ભારતમાં તેમની બે પોપ્યુલર કાર Tiago અને Tigor ના CNG વેરિયન્ટ લોન્ચ કર્યા છે. નવી કારની સાથે કંપની Maruti Suzuki ને ટક્કર આપશે.

હવે નહીં ખર્ચાય પેટ્રોલ પાછળ વધારે પૈસા, TATA ની ઓછી કિંમતમાં લોન્ચ કરી આ બે CNG કાર

નવી દિલ્હી: ટાટા મોટર્સે ગ્રાહકોની પંસદગીની કાર ટિઆગો અને ટિગોરના CNG વેરિયન્ટ ભારતમાં લોન્ચ કર્યા છે. તેમાં ટાટા ટિઆગો iCNG ની શરૂઆતી એક્સશોરૂમ કિંમત 6.10 લાખ રૂપિયા છે. જે ટોપ મોડલ માટે 7.53 લાખ રૂપિયા સુધી છે. ટાટા ટિગોર iCNG ની એક્સશોરૂમ કિંમત 7.70 લાખથી શરૂ થઈ 8.30 લાખ રૂપિયા સુધી છે. ટાટા ટિઆગો iCNG ના ચાર વેરિયન્ટ્સ- એક્સઈ, એક્સએમ, એક્સટી અને એક્સઝેડ પ્લસમાં રજૂ કરવામાં આવશે. ત્યારે ટિગોર iCNG એક્સઝેડ અને એક્સઝેડ પ્લસમાં લોન્ચ કરશે.

સ્ટાન્ડર્ડ મોડલની સખામણીએ તેનું વજન 100 કિગ્રા વધારે
ટાટા મોટર્સે બંને નવી કારને iCNG ટેકનિક આપી છે અને સ્ટાન્ડર્ડ મોડલની સરખામણીએ તેનું વજન 100 કિગ્રા વધારે હશે. ગ્રાઉન્ડ ક્લિયરેન્સની સરખામણીએ બંને કાર શાનદાર છે અને તેમાં ક્રમશ: 168 મિમિ અને 165 મિમિ ગ્રાઉન્ડ ક્લિયરેન્સ આપવામાં આવ્યું છે. કંપની આ બંને કાર સાથે ઘણાં બધા ફિચર્સ આપી રહી છે જેમાં કેટલાક નવા ફિચર્સ પણ સામેલ છે. તેમાં રૈન સેન્સિંગ વાઈપર્સ, ઓટોમેટિક હેડલેમ્પ, પ્રીમિયમ બ્લેક અને બેઝ ઇન્ટિરિયર અને બે કલરની છત સામેલ છે. આ તમામ નવા ફિચર્સ ટિગોર iCNG ના એખ્સઝેડ પ્લસ મોડલમાં પણ મળશે. ટિઓગો iCNG ના તમામ ફિચર્સ હાલના મોડલ જેવા છે.

બંને કારના સસ્પેન્શરને રિટ્યૂન કરવામાં આવ્યા છે
ટાટા ટિઆગો આઇસીએનજી અને ટાટા ટિગોર આઇસીએનજી બંને સાથે કંપનીએ 1.2 લીટર રેવેટ્રોન પેટ્રોલ એન્જિન આપ્યું છે. જે 72 બીએચપી શક્તિ અને 95 એનએમ પીક ટોર જનરેટ કરે છે. કંપનીએ સામાન્ય રીતે આ એન્જિનને 5-સપીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપ્યા છે. બંને કારના સસ્પેન્શનને રિટ્યૂન કરવામાં આવ્યા છે. કારના ટોપ મોડલ્સમાં 7.0 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, જેબીએલ-હાર્મન સાઉન્ડ સિસ્ટમ સાથે એપલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટો, સ્માર્ટફોન કનેક્ટિવિટી અને મુવેબલ ડ્રાઈવર સીટ જેવા ઘણાં ફિચર્સ ગ્રાહકોને મળશે.

આધુનિક નોજલ આપવામાં આવી છે જેથી CNG ઝડપથી ભરી શકાય
ટાટા મોટર્સના પેસેન્જર વ્હીકલ બિઝનેસ હેડ શૈલેશ ચંદ્રાએ કહ્યું, વધતા ઇંધણના ભાવ અને ગ્રીન પરિવહનના વધતા ચલણને માર્કેટમાં CNG વાહનોની માંગ વધી રહી છે. જો કે અત્યારસુધી તેના વિકલ્પ ઓછા હતા, પરંતુ આ માંગને પૂરી કરવા માટે ગ્રાહકોને ટાટા ટિગોર અને ટિઆગો CNG ના વિકલ્પ મળશે. આ બંને કારને આધુનિક નોજલ આપવામાં આવી છે. જેમાં CNG ઝડપથી ભરી શકાય છે અને આ બંને કારનું એન્જિન ઓટોમેટિક બંધ થઈ જાય છે. જેનાથી રીફ્યૂલિંગ દરમિયાન તે સુરક્ષિત રહે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news