નેપિયરઃ ભારતીય પુરૂષ ટીમની સાથે-સાથે ભારતીય મહિલા ટીમ પણ હાલમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. ભારતીય ટીમ આ પ્રવાસમાં આઈસીસી એકદિવસીય ચેમ્પિયનશિપ હેઠળ ત્રણ વનડે મેચોની સિરીઝ રમશે અને ત્યારબાદ ત્રણ ટી20 મેચોની સિરીઝ રમશે. વનડે સિરીઝનો પ્રારંભ 24 જાન્યુઆરીથી નેપિયરમાં થશે. ટી20 સિરીઝની ત્રણેય મેચ તે દિવસે રમાશે, જે દિવસે ભારત અને ન્યૂઝીલેન્ડની  પુરૂષ ટીમો વચ્ચે રમાનારી ટી20 સિરીઝના મેચ રમાવાના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

24 જાન્યુઆરીએ નેપિયરમાં રમાનારી પ્રથમ વનડે બાદ બંન્ને ટીમો વચ્ચે બીજી વનડે મેચ 29 જાન્યુઆરીએ માઉન્ટ મોંગાનુઈ અને ત્રીજી વનડે 1 ફેબ્રુઆરીએ હેમિલ્ટનમાં રમશે. ટી20 સિરીઝની પ્રથમ મેચ 6 ફેબ્રુઆરીએ વેલિંગ્ટન બીજી મેચ 8 ફેબ્રુઆરીએ ઓકલેન્ડ અને ત્રીજી મેચ 10 ફેબ્રુઆરીએ હેમિલ્ટનમાં રમાશે. ટી20 સિરીઝમાં મહિલા ટીમના મેચ પુરૂષ ટીમના મેચ પહેલા તે જ મેદાન પર રમાશે. 


ભારતીય વનડે ટીમની કેપ્ટન મિતાલી રાજ હશે. તો ભારતીય ટી20 ટીમનું નેતૃત્વ હરમનપ્રીત કૌર કરશે. વેદા કૃષ્ણામૂર્તિને ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે ભારતીય ટીમમાં જગ્યા મળી નથી અને પ્રિયા પૂનિયાને પ્રથમવાર ટીમમાં સ્થાન મળ્યું છે. 


ભારતીય વનડે ટીમ
મિતાલી રાજ (કેપ્ટન), હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, પૂનમ રાઉત, દીપ્તિ શર્મા, દયાનલ હેમલતા, જેમિમા રોડ્રિગ્સ, મોના મેશરામ, તાનિયા ભાટિયા, એકતા બિષ્ટ, પૂનમ યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, ઝુલન ગોસ્વામી, માનસી જોશી, શિખા પાંડે. 


ભારતીય ટી20 ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, મિતાલી રાજ, જેમિમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, તાનિયા ભાટિયા, પૂનમ યાદવ, રાધા યાદવ, અનુજા પાટિલ, એકતા બિષ્ટ, દયાનલ હેમલતા, માનસી જોશી, અરૂધંતી રેડ્ડી, પ્રિયા પૂનિયા, શિખા પાંડે. 


ભારતીય મહિલા ટીમના ન્યૂઝીલેન્ડ પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમઃ 


પ્રથમ વનડે, 24 જાન્યુઆરી- નેપિયર


બીજી વનડે, 29 જાન્યુઆરી- માઉન્ટ મૌંગાનુઇ


ત્રીજી વનડે, 1 ફેબ્રુઆરી, વેલિંગટન


પ્રથમ ટી20, 6 ફેબ્રુઆરી- વેલિંગ્ટન


બીજી ટી20, 8 ફેબ્રુઆરી, ઓકલેન્ડ


ત્રીજી ટી20, 10 ફેબ્રુઆરી- હેમિલ્ટન