નવી દિલ્હી: ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics) ના આગાજ પહેલાં ભારતીય રમતપ્રીઓ માટે સારા સમાચાર છે. હંગરીની રાજધાની બુડાપેસ્ટમાં ગુરૂવારે કેડેટ વર્લ્ડ ચેમ્પિયનશિપ (World Championship) માં ભારતનું શાનદાર પ્રદર્શન યથાવત રહ્યું યુવા પહેલવાન તનુ (Tannu) તથા પ્રિયા (Priya) નવા વર્લ્ડ ચેમ્પિયન બની ગયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તનુ (Tannu) એ 43 કિલોગ્રામ ભાર વર્ગના ખિતાબ સફર દરમિયાન એક પણ પોઈન્ટ ગુમાવ્યો નથી, જેથી તેને પોતાના ચાર મુકાબલામાંથી ત્રણમાં જીત પ્રાપ્ત કરી, જેમાં બેલારૂસની વેલેરિયા મિકિટસિચ વિરૂદ્ધ ફાઇનલ મુકાબલો પણ સામેલ છે. આ પ્રકારે પ્રિયાએ બેલારૂસની સેનિયા પટાપોવિચને 5-0 ને હરાવીને 73 કિલોગ્રામ ભાર વર્ગનો ખિતાબ પોતાના નામે કરી દીધો છે. 

Tokyo Olympics 2020 Opening Ceremony Live: મેરીકોમ અને મનપ્રીતે ભારતીય દળનું કર્યું નેતૃત્વ


43 કિગ્રા ફાઇનલની શરૂઆતમાં તનુ ફોર્મમાં ન હતી, પરંતુ જલદી જ તેણે પોતાના હરફનમૌલા રમત સાથે એક તરફી મુકાબલામાં બદલી દીધો અને જીત પ્રાપ્ત કરી. 


શરૂઆતમાં બંને પહેલવાનો (wrestlers) વચ્ચે મુકાબલો ખૂબ ધીમો રહ્યો પરંતુ તનુએ બેલારૂસીના ડાબી તરફથી હુમલો કરવાની એક રીત શોધી કાઢી. 

Tokyo Olympics: 1964 માં ભારતે PAK ને હરાવી જીત્યો હતો ગોલ્ડ, ટીમમાં હતા UP ના લાલ


તનુ આ ચેમ્પિયનશિપમાં વર્લ્ડ ચેમ્પિયન બનનાર ત્રીજી ભારતીય છે. આ પહેલાં ચેમ્પિયનશિપમાં અમન ગુલિયા (48 કિગ્રા) અને સાગર જગલાન (80 કિગ્રા) એ પુરૂષોની ફ્રીસ્ટાઇલ સ્પર્ધામાં ખિતાબ જીતીને ભારતને ઇતિહાસમાં પહેલીવાર ટીમ ચેમ્પિયનશિપનો ખિતાબ અપાવ્યો. એક અન્ય ભારતીય વર્ષાએ 65 કિગ્રા વર્ગમાં તુર્કીની ડુયગુ જનરલને હરાવીને કાંસ્ય પદક જીત્યો. 


Tokyo Olympics 2021 Opening Ceremony: રમતના રંગમાં રંગાઇ જશે આખી દુનિયા


ભારત ચેમ્પિયનશિપમાં મજબૂત ટીમ કહી જનાર અમેરિકા (143) અને દુર્જેય રૂસ (140) થી આગળ 147 પોઇન્ટ સાથે ટોચ પર રહી. શંવિઆરે (24 જુલાઇ)ના રોજ પહેલવાન કોમલ પણ વર્લ્ડ ચેમ્પિયનશિપ (World Championship) માટે પણ પોતાનો પડકાર ફેંકશે કારણ કે તે ટેક્નિક આધાર પર બેલારૂસની સ્વિયાતલાના કટેંકાને હરાવીને 56 કિગ્રા ફાઇનલમાં પહોંચી હતી. તેનો સામનો અજરબૈજાનની રૂજાના મામાડોવા સાથે થશે. 


જોકે નિતિકા (61 કિગ્રા) અને હર્ષિતા (69 કિગ્રા) નો સેમીફાઇનલમાં જ હારનો સામનો કરવો પડ્યો જેથી તે કાંસ્ય પદક માટે લડી શકી નહી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube