નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડની પાસે ટેસ્ટ ક્રિકેટની અંદર આઈસીસી રેન્કિંગમાં પ્રથમ સ્થાન હાસિલ કરવાની એક તક છે. ન્યૂઝીલેન્ડે બુધવારથી શ્રીલંકા વિરુદ્ધ બે ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. ન્યૂઝીલેન્ડ આ સિરીઝની સાથે પોતાની આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત કરશે. ન્યૂઝીલેન્ડ જો શ્રીલંકા વિરુદ્ધ સિરીઝ જીતે કે ડ્રો કરે તો ભારત પાસેથી ટેસ્ટ ક્રિકેટમાં નંબર-1નો તાજ છીનવી લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝીલેન્ડ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં અત્યારે 111 પોઈન્ટની સાથે બીજા સ્થાન પર છે. ભારત આ સમયે ટેસ્ટ રેન્કિંગમાં 113 પોઈન્ટની સાથે પ્રથમ સ્થાન પર છે. દક્ષિણ આફ્રિકા (108) ત્રીજા, ઈંગ્લેન્ડ (105) ચોથા અને ઓસ્ટ્રેલિયા (98) પાંચમાં નંબર પર છે. 


શ્રીલંકામાં હશે ટર્નિંગ વિકેટ
શ્રીલંકામાં સામાન્ય રીતે પિચનો મિજાજ ભારતની જેમ રહે છે. શ્રીલંકામાં બોલ ટર્ન કરે છે. તેને ધ્યાનમાં રાખીને ન્યૂઝીલેન્ડે પોતાની ટીમમાં 4 સ્પિનરને સામેલ કર્યાં છે. ન્યૂઝીલેન્ડની ટીમે ટોડ એસ્ટેલ, વિલિયમ સોમરવિલ્લે, મિશેલ સેન્ટનર અને એઝાજ પટેલનો સામેલ કર્યાં છે. મુંબઈમાં જન્મેલા એઝાજે નેગોમ્બો વિરુદ્ધ પ્રેક્ટિસ મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી. 


સેન્ટનરની ટેસ્ટમાં થશે વાપતી
ન્યૂઝીલેન્ડ ટીમનો મુખ્ય સ્પિન બોલર સેન્ટનર 2 વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં વાપસી કરશે. 2017મા સેન્ટનરને ઈજા થઈ હતી. ત્યારબાદ તેણે ટીમ માટે એકપણ ટેસ્ટ મેચ રમી નથી. 


કોમનવેલ્થ ગેમ્સ-2022મા મહિલા ટી-20 ક્રિકેટનો સમાવેશ


શ્રીલંકાના પ્રવાસ માટે ન્યૂઝીલેન્ડની ટીમ
કેન વિલિયમસન (કેપ્ટન), ટોડ એસ્ટલ, ટોમ બ્લંડેલ, ટ્રેન્ટ બોલ્ટ, કોલિન ડિ ગ્રાન્ડહોમ, ટોમ લાથમ, હેનરી નિકોલ્સ, એઝાજ પટેલ, જીત રાવલ, વિલ સમરવિલે, મિશેલ સેન્ટનર, ટિમ સાઉદી, રોસ ટેલર, નીલ વેગનર અને બીજે વોટલિંગ.