24 વર્ષ બાદ કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટની વાપસી, મહિલાઓની ટી-20 મેચ રમાશે
મહિલાઓની ટી-20 ક્રિકેટ 2022મા રમાનારી બર્મિંઘમ રાષ્ટ્રમંડળ ગેમ્સ (કોમનવેલ્થ ગેમ્સ)નો ભાગ હશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે મંગળવારે તેની ખાતરી કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ બર્મિંઘમ રાષ્ટ્રમંડળ ગેમ્સ (કોમનવેલ્થ ગેમ્સ) 2022મા મહિલા ટી-20 ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે મંગળવારે તેની ખાતરી કરી છે. આ વર્ષએ જૂન મહિનામાં સીજીએફે તેની ઉમેદવારી કરી હતી પરંતુ સીજીએફના સભ્યોની મંજૂરી મળવાની બાકી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) અને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી માત્ર એકવાર 1998 રાષ્ટ્રમંડળ ગેમ્સમાં ક્રિકેટ સામેલ રહ્યું છે, જેમાં સાઉથ આફ્રિકા ટોપ પર રહ્યું હતું. બીજીતરફ એમસીસી ક્રિકેટ સમિતિના ચેરમેન માઇક ગૈટિંગે પુરૂષ ક્રિકેટ વિશે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) રમતને 2028મા લોસ એન્જલિસમાં રમાનારી ઓલિમ્પિક ગેમ્સમાં સામેલ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ગૈટિંગે આ વાત આ સપ્તાહે લોર્ડ્સમાં આઈસીસીના નવા કાર્યકારી અધિકારી મનુ સ્વાહને દ્વારા કહેલી વાતના હવાલાથી કહી છે.
Women’s T20 Cricket has been confirmed for inclusion at the Birmingham 2022 Commonwealth Games 👏 pic.twitter.com/2rTfeZ0tKn
— ICC (@ICC) August 13, 2019
એક વેબસાઇટે ગૈટિંગના હવાલાથી લખ્યું છે, 'અમે મનુ સ્વાહને સાથે વાત કરી રહ્યાં હતા અને તે આ વાતને લઈને આશાસ્પદ છે કે ક્રિકેટને 2028 ઓલિમ્પિક રમતોમાં જગ્યા મળી શકે છે. તેના પર તેઓ મજબૂતીથી કામ કરી રહ્યાં છે. આ વૈશ્વિક સ્તર પર ક્રિકેટ માટે મોટી વાત હશે.'
ગૈટિંગે કહ્યું, 'આ માત્ર બે સપ્તાહની વાત હશે ન માત્ર પૂરા મહિનાની. તેથી આ તે ટૂર્નામેન્ટથી હશે, જેમાં બે સપ્તાહનો કાર્યક્રમ બનાવવામાં મુશ્કેલી આવશે નહીં.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે