બર્મિંઘમઃ કોમનવેલ્થ ગેમ્સ-2022મા ભારતીય ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી સતત મેડલ જીતી રહ્યાં છે. આજે ભારતના ખાતામાં બીજો બ્રોન્ઝ મેડલ આવ્યો છે. ભારતના સ્ટાર સ્ક્વોશ પ્લેયર સૌરવ ઘોસાલે ઈંગ્લેન્ડના ખેલાડીને હરાવી બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. આ સાથે સૌરવ ઘોષાલે ઈતિહાસ પણ રચી દીધો છે. તે કોમનવેલ્થ ગેમ્સમાં સ્ક્વોશ સિંગલ્સ ઈવેન્ટમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે. સૌરવ ઘોસાલે બ્રોન્ઝ મેડલ મેચમાં ઈંગ્લેન્ડના જેમ્સ વિલસ્ટ્રોપને 11-6, 11-1, 11-4 થી પરાજય આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતને આજે મળ્યો બીજો બ્રોન્ઝ મેડલ
કોમનવેલ્થ ગેમ્સમાં આજના દિવસે ભારતને બીજો બ્રોન્ઝ મેડલ મળ્યો છે. ભારતના વેઇટલિફ્ટર લવપ્રીત સિંહે 109 કિલો વર્ગમાં બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. ત્યારબાદ સ્ક્વોશમાં ઘોષાલે ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે. આમ ભારતના ખાતામાં અત્યાર સુધી કુલ 15 મેડલ આવ્યા છે. જેમાં 5 ગોલ્ડ, 5 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ સામેલ છે. 


આ પણ વાંચોઃ T20 વિશ્વકપ પહેલા ભારત આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામે રમશે સિરીઝ, કાર્યક્રમ જાહેર


કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધીમાં ભારતના પદકવીર
1. સંકેત મહાદેવ- સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 55 કિલોગ્રામ)
2. ગુરુરાજા-  બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ 61 કિલોગ્રામ)
3. મીરાબાઈ ચાનુ- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ 49 કિલોગ્રામ)
4. બિંદિયારાની દેવી- સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 55 કિલોગ્રામ)
5. જેરેમી લાલરિનુંગા- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ 67 કિલોગ્રામ)
6. અચંતિા શેઉલી- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ 73 કિલોગ્રામ)
7. સુશીલા દેવી- સિલ્વર મેડલ (જૂડો 48 કિલોગ્રામ)
8. વિજયકુમાર યાદવ- બ્રોન્ઝ મેડલ (જૂડો 60 કિલોગ્રામ)
9. હરજિંદર કૌર- બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ 71 કિલોગ્રામ)
10. વીમેન્સ ટીમ- ગોલ્ડ મેડલ (લોન બોલ્સ)
11. મેન ટીમ- ગોલ્ડ મેડલ (ટેબલ ટેનિસ)
12. વિકાસ ઠાકુર- સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 96 કિલોગ્રામ)
13. મિક્સ્ડ બેડમિન્ટન ટીમ- સિલ્વર મેડલ
14. લવપ્રીત સિંહ- બ્રોન્ઝ મેડલ ( વેઇટલિફ્ટિંગ-109 કિલો)
15. સૌરવ ઘોસાલ- બ્રોન્ઝ મેડલ (સ્ક્વોશ)


આ પણ વાંચોઃ CWG 2022: ભારતીય પુરૂષ હોકી ટીમે કર્યો ગોલનો વરસાદ, કેનેડાને 8-0થી હરાવ્યું 


બોક્સિંગ, જૂનોમાં ભારતના મેડલ પાક્કા
ભારતના કોમનવેલ્થ ગેમ્સમાં વધુ ત્રણ મેડલ પાક્કા થઈ ગયા છે. ભારતના બે બોક્સર સેમીફાઇનલમાં પહોંચી ગયા છે. ભારતીય બોક્સર મોહમ્મદ હુસામુદ્દીને શાનદાર પ્રદર્શન કરી સેમીમાં સ્થાન મેળવ્યું છે. તો મહિલા બોક્સર નીતૂ ધનધસે 48 કિલો વર્ગના સેમીફાઇનલમાં જગ્યા મેળવી લીધી છે. એટલે કે ભારતના બે મેડલ પાક્કા થઈ ગયા છે. 


જૂડોમાં પણ ભારતનો મેડલ પાક્કો
જૂડોમાં મહિલાઓની 78 કિલોગ્રામ કેટેગરીમાં ભારતનો મેડલ પાક્કો થઈ ગયો છે. તુલિકા માને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. જો તે જીતશે તો ગોલ્ડ અને હારશે તો ભારતના ખાતામાં સિલ્વર મેડલ આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube