અમદાવાદઃ આઈસીસી ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આજે અમદાવાદમાં ચીફ સિલેક્ટર અને બીસીસીઆઈ સચિવ જયશાહ વચ્ચે યોજાયેલી બેઠક બાદ ટીમ જાહેર કરવામાં આવી છે. ભારતીય ટીમ આઈસીસી ટી20 વિશ્વકપમાં 5 જૂને પોતાના અભિયાનની શરૂઆત કરશે. જ્યારે 9 જૂને પાકિસ્તાન સામે મુકાબલો રમાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, સંજૂ સેમસન, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.



રિઝર્વઃ શુભમન ગિલ, રિંકૂ સિંહ, ખલીલ અહમદ અને આવેશ ખાન.


ટી-20 વર્લ્ડ કપ 2024માં ભારતનો કાર્યક્રમ
5 જૂન – ભારત વિ આયર્લેન્ડ – ન્યૂયોર્ક 9 જૂન- ભારત વિ પાકિસ્તાન – ન્યૂયોર્ક 12 જૂન- ભારત વિ યુએસએ – ન્યૂયોર્ક 15 જૂન- ભારત વિ કેનેડા – ફ્લોરિડા


T20 વર્લ્ડ કપ 2024ની સેમિ-ફાઇનલ અને ફાઇનલ મેચ
પ્રથમ સેમિ-ફાઇનલ – 26 જૂન, ગુયાનાબીજી સેમિ-ફાઇનલ – 27 જૂન, ત્રિનિદાદફાઇનલ મેચ – 29 જૂન, બાર્બાડોસ


કઇ ટીમ કયા ગ્રુપમાં


ગ્રુપ એ – ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, યુએસએ.


ગ્રુપ બી – ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ, ઓમાન.


ગ્રુપ સી – ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડીઝ, અફઘાનિસ્તાન, યુગાન્ડા, પાપુઆ ન્યુ ગીની.


ગ્રુપ ડી – દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, નેપાળ.