મુંબઈઃ ભારતની 15 સભ્યોની વિશ્વ કપ ટીમની પસંદગી 15 એપ્રિલે મુંબઈમાં કરવામાં આવશે. પ્રશાસકોની સમિતિ અને પદાધિકારીઓએ સોમવારે એક બેઠક દરમિયાન આ નિર્ણય લીધો હતો. વિશ્વ કપ ટીમની જાહેરાત કરવાની અંતિમ તારીખ 23 એપ્રિલ છે, પરંતુ બીસીસીઆઈએ આઠ દિવસ પહેલા ટીમની જાહેરાત કરવાનો નિર્ણય લીધો છે. વિશ્વ કપ 30 મેથી ઈંગ્લેન્ડમાં રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ટીમમાં કેપ્ટન વિરાટ કોહલી સહિત ઘણા ખેલાડીઓની જગ્યા નક્કી છે તો ઘણા ખેલાડીઓ એવા છે, જેને આશા હશે કે પસંદગીકારો તેના પર વિશ્વાસ વ્યક્ત કરશે. ટીમમાં નંબર-4ને લઈને મગજમારી છે અને પસંદગીકારો રિષભ પંત તથા અંબાતી રાયડૂ પર વિશ્વાસ કરી શકે છે. 


વિજય શંકરે પણ છેલ્લા મહિનામાં દમદાર પ્રદર્શન કર્યું છે અને ઓલરાઉન્ડર ખેલાડી તરીકે તેને ટીમમાં સ્થાન આપી શકાય છે. ટીમમાં ચોથા બોલરની જગ્યા ખાલી છે અને આઈપીએલમાં આરસીબી માટે શાનદાર પ્રદર્શન કરી રહેલા નવદીપ સૈની પર પણ પસંદગીકારોની નજર હશે. ટૂર્નામેન્ટ માટે ટીમની પસંદગી કરતા પહેલા કોહલી અને કોચ રવિ શાસ્ત્રીને પણ પૂછવામાં આવશે. 


વિશ્વ કપ 2019માં ટીમ ઈન્ડિયાનો કાર્યક્રમ


1. ભારત vs સાઉથ આફ્રિકા, સાઉથેમ્પ્ટન - 5 જૂન


2. ભારત vs ઓસ્ટ્રેલિયા, ધ ઓવલ - 9 જૂન


3. ભારત vs ન્યૂઝીલેન્ડ, ટ્રેન્ટ બ્રિજ - 13 જૂન


4. ભારત vs પાકિસ્તાન, ઓલ્ડ ટ્રૈફોર્ડ - 16 જૂન


5. ભારત vs અફગાનિસ્તાન, સાઉથેમ્પ્ટન - 22 જૂન


6 ભારત vs વેસ્ટ ઈન્ડિઝ, ઓલ્ડ ટ્રૈફોર્ડ - 27 જૂન


7. ભારત vs ઈંગ્લેન્ડ, એઝબેસ્ટન - 30 જૂન


8. ભારત vs બાંગ્લાદેશ, એઝબેસ્ટન - 2 જુલાઈ


9. ભારત vs શ્રીલંકા, લીડ્સ - 6 જુલાઈ 


આ વચ્ચે બીસીસીઆઈને ગત દસ વર્ષમાં લેખોના સમાધાન બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પાસેથી બે કરોડ 9 લાખ રૂપિયા મળશે. બોર્ડના એક અધિકારીએ જણાવ્યું, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગત દ્વિપક્ષીય સિરીઝને લઈને ખાતાની આપસી સહમતીથી સમાધાન પર વાત કરવામાં આવી. અમને બે કરોડ નવ લાખ રૂપિયા મળશે. વાતચીત હજુ ચાલી રહી છે. પદાધિકારીઓની પ્રશાસકોની સમિતિથી 20 એપ્રિલે ફરી બેઠક યોજાશે.