નવી દિલ્હીઃ ભારતીય બોલિંગ કોચ ભરત અરૂણે રવિવારે સ્પિનર કુલદીય યાદવની પ્રશંસા કરતા કહ્યું કે, ઈંગ્લેન્ડના પ્રવાસની તુલનામાં આ ચાઇનામેન બોલર ઘણો સારો થયો છે. ઓસ્ટ્રેલિયામાં પોતાના પ્રથમ ટેસ્ટમાં કુલદીપે 99 રન આપીને પાંચ વિકેટ ઝડપી જેથી ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ ઈનિંગમાં 300 રન બનાવી શકી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરૂણે ચોથા ક્રિકેટ ટેસ્ટમાં વરસાદથી પ્રભાવિત ચોથા દિવસની રમત બાદ કહ્યું, કુલદીપમાં ઘણી ક્ષમતા છે અને તેણે સાબિત કર્યું છે. વનડેમાં તે ઘણો સફળ રહ્યો અને વનડેમાં તે સંભવતઃ નંબર વન બોલર છે. તે બેજોડ છે કારણ કે વિશ્વભરમાં આ સમયે ખુબ ઓછા ચાઇનામેન બોલર છે. આ સાથે તે ગુગલીનો પણ સારી રીતે ઉપયોગ કરે છે. આ સિવાય તેને જે વસ્તુ વિશેષ બનાવે તે છે ક્રિઝનો ઉપયોગ. તે ઓવર અને રાઉન્ડ વિકેટ બોલિંગ કરી શકે છે. તે વિકેટની નજીક અને ક્રિઝની દૂરથી પણ બોલિંગ કરી શકે છે. તેનાથી તેને ઘણી વિવાધતા મળે છે. 


વિરાટ કોહલીના સામ્રાજ્યનું અણમોલ રતન છે પૂજારાઃ ચેપલ


અરૂણે કહ્યું કે, હાલની ટેસ્ટ સિરીઝમાં કુલદીપનું સારૂ પ્રદર્શન તેનાથી સારા સમયમાં ન હોઈ શકે. તેણે કહ્યું, ઈંગ્લેન્ડમાં તે જ્યારે રમ્યો તો તેના માટે સારૂ ન રહ્યું, પરંતુ આ ટેસ્ટ તેને આત્મવિશ્વાસ આપશે. બે સ્પિનરોને સાથે રમડવા પર અરૂણે કહ્યું, આ પહેલા અમે સિડનીમાં પ્રેક્ટિસ મેચ અને ટી20 મેચ રમી હતી. તેથી અમે સ્થિતિ જાણતા હતા અને અમને લાગ્યું કે, સિડનીમાં બે સ્પિનરોની જરૂર છે. 


ભારતે મેલબોર્નમાં ફોલોઓન ન આપવાનો નિર્ણય લીધો હતો પરંતુ અહીં આપ્યું તેના સંદર્ભમાં અરૂણે કહ્યું, કાલે જ્યારે ઓસ્ટ્રેલિયાએ 150 રન પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી અને હવામાનને ભવિષ્યવાણીને ધ્યાનમાં રાખતા અમે નિર્ણય કર્યો હતો કે, તેને જલ્દી આઉટ કરી દેશું તો ફોલોઓન આપશું. બેટ્સમેનોને રમવા માટે આ પિચ યોગ્ય છે. 


પાંચમાં દિવસે વરસાદને કારણે લંચ બાદ પણ મેચ શરૂ થયો નથી. તેવામાં આ ટેસ્ટ ડ્રો થાય તેવી સંભાવના છે. જો મેચ ડ્રો જશે તો ભારતીય ટીમ ઈતિહાસ રચના ઓસ્ટ્રેલિયામાં પ્રથમવાર ટેસ્ટ સિરીઝ જીતશે.