AUS vs IND- ત્રીજી ટેસ્ટમાં સદી કે બેવડી સદી ફટકારી શકુ છું: રહાણે
ભારતના વાઇસ કેપ્ટન અંજ્કિય રહાણેએ સોમવારે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, પોતાની લય અને પલટવાર કરવાની માનસિકતાની સાથે બુધવારથી શરૂ થઈ રહેલા બોક્સિંગ ડે ટેસ્ટમાં સદી નહીં પરંતુ બેવડી સદી ફટકારી શકે છે.
મેલબોર્નઃ ભારતના વાઇસ કેપ્ટન અંજ્કિય રહાણેએ સોમવારે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, તે પોતાની લય અને પલટવાર કરવાની માનસિકતા સાથે બુધવારથી શરૂ થઈ રહેલા બોક્સિંગ ડે ટેસ્ટમાં સદી નહીં પરંતુ બેવડી સદી ફટકારી શકે છે. રહાણેએ અત્યાર સુધી બે ટેસ્ટમાં બે અડધી સદીની મદદથી 164 રન બનાવ્યા છે, પરંતુ ગત વર્ષે કોલંબોમાં શ્રીલંકા વિરુદ્ધ સદ ફટકાર્યા બાદ ત્રણ આંકડાના સ્કોર સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યો છે.
30 વર્ષના રહાણેએ કહ્યું, મને વિશ્વાસ છે કે, આ મેચમાં આમ થશે. હું જે રીતે બેટિંગ કરી રહ્યો છું, એડિલેડથી પર્થ સુધી, મારી પલટવાર કરવાની માનસિકતા હતી અને હું લયમાં બેટિંગ કરી રહ્યો હતો, લગભગ સદી કે બેવડી સદી ફટકારી શકુ છું. તેણે કહ્યું, મને લાગે છે કે, મારા માટે સૌથી વધુ મહત્વપૂર્ણ તે છે કે, હું આ વિશે ન વિચારૂ. મારે તે પ્રકારે બેટિંગ કરવી પડશે, જે રીતે હું કરી રહ્યો છું. હું સ્થિતિને સારી રીતે સમજી શકુ છું અને હું આ રીતે બેટિંગ કરીશ તો ટીમ માટે સારૂ રહેશે. વ્યક્તિગત સિદ્ધિઓ બાદમાં મેળવી શકાય છે.
AUS vs IND બોક્સિંગ ડે ટેસ્ટઃ રોહિતથી અશ્વિન સુધી, જાણો ભારતીય ખેલાડીઓની ઈજાનું અપડેટ
રહાણેએ કહ્યું કે, જો વિદેશોમાં સતત જીત મેળવવી છે તો બેટિંગ યુનિટે બોલિંગ યુનિટને વધુ સહયોગ કરવાની જરૂર છે. ભારતે દક્ષિણ આફ્રિકામાં 1-2 અને ઈંગ્લેન્ડમાં આ વર્ષે 1-4થી પરાજયનો સામનો કરવો પડ્યો અને તેનું મુખ્ય કારણ બેટ્સમેનોનો સાતત્યપૂર્ણ દેખાવ રહ્યો હતો. ચાર મેચની આ સિરીઝ હાલમાં 1-1થી બરોબર ચાલી રહી છે. ભારતીય ટીમ પર્થમાં બીજી ઈનિંગમાં 140 રન પર આઉટ થઈ ગઈ હતી અને તેને 146 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
રહાણેએ કહ્યું, એક બેટિંગ યુનિટના રૂપમાં અમારે બોલરોનું સમર્થન કરવાનું રહેશે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસથી ભારતીય બોલરો સતત વિરોધી ટીમને બે વખત આઉટ કરી રહ્યાં છે. રહાણેએ કહ્યું, હું લયમાં વિશ્વાસ રાખુ છું અને વિશેષકરીને ક્રિકેટ રમતા. પર્થ ટેસ્ટમાં દબદબો બનાવવા અમારી પાસે તક હતી જો અમે તેમ કર્યું હોત તો પરિણામ અલગ હોત. રહાણેએ કહ્યું, ટેસ્ટ ક્રિકેટમાં તમારે નાની તક પણ ઝડપી લેવી જોઈએ. હવે આગળ અમારા માટે બે મેચની સિરીઝ છે. બીજી ટેસ્ટ બાદ અમે આરામ મળ્યો જે જરૂરી હતી. અમે ફ્રેશ થઈને શરૂઆત કરીશું.
YEAR ENDER 2018: 7 ભારતીય ખેલાડી જેણે આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
રહાણેએ આ સિરીઝમાં અત્યાર સુધી બે અડધી સદી ફટકારી છે. તેણે એડિલેડમાં બીજી ઈનિંગમાં 70 જ્યારે પર્થની પ્રથમ ઈનિંગમાં 50 રન બનાવ્યા હતા.