મેલબોર્નઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની ઓળખ કોઈથી છુપાયેલી નથી. ભારતમાં તો તેના ફેન્સ છે પરંતુ વિદેશમાં પણ વિરાટના ઘણા ચાહકો છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેન અને બોલર મિશેલ સ્ટાર્ક પણ તેની પ્રશંસા કરી ચુક્યા છીએ. વિરાટે હાલમાં પર્થ ટેસ્ટ દરમિયાન ટિમ પેન સાથે કરેલી ચર્ચાની ટિકા થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટ પોતાની જાહેર છબીને લઈને લોકોની વચ્ચે બનેલી ધારણાને લઈને વધુ પરેશાન નથી. કોહલીને જ્યારે વર્ષોથી લોકો વચ્ચે બનેલી તેની છબી બિશે પૂછવામાં આવ્યું કે, તો તેણે કહ્યું હું શું કરૂ છું કે શું વિચારૂ છું, હું બેનર લઈને દુનિયાને તે જણાવવાનો કે હું આવો છું અને તમારે મને પસંદ કરવાની જરૂર છે. આ પ્રકારની ઘટના બહાર હોય છે. 



Year Ender 2018: બોક્સિંગમાં મેરીકોમના નામે રહ્યું આ વર્ષ


તેના પર મારૂ કોઈ નિયંત્રણ નથી
કોહલીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બોક્સિંગ ડે ટેસ્ટની પૂર્વ સંધ્યા પર કહ્યું, તેના પર મારૂ કોઈ નિયંત્રણ નથી. આ વ્યક્તિગત પસંદ છે કે, તમે કોઈ વસ્તુ પર ધ્યાન લગાવવા ઈચ્છો છો. મારૂ ધ્યાન ટેસ્ટ મેચ પર છે. ટેસ્ટ મેચ જીતવા અને ટીમ સારૂ પ્રદર્શન કરે. ભારતીય કેપ્ટને કહ્યું કે, લોકો તેના વિશે શું લખી રહ્યાં છે તેની કોઈ જાણકારી નથી પરંતુ તેણે ભાર આપીને કહ્યું કે, તે તેના દ્રષ્ટિકોણનું સન્માન કરે છે. 



ભારતના આ દિગ્ગજ ક્રિકેટરોએ કંઇક આવા અંદાજમાં ક્રિસમસ ડે ઉજવ્યો


તેણે કહ્યું, હું તેવી કોઈપણ ખબર કે લોકોએ શું કહ્યું તેની કોઈ જાણકારી નથી, કારણ કે તેનાથી મને ફેર પડતો નથી. આવું મે લખ્યું નથી. તમામ લોકોનો પોતાનો દ્રષ્ટિકોણ રાખવાનો અધિકાર છે અને તેનું હું સન્માન કરૂ છું. હું માત્ર સારા ક્રિકેટ પર ધ્યાન લગાવવા ઈચ્છું છું અને મારી ટીમને જીત અપાવવાનો પ્રયાસ કરૂ છું.