નવી દિલ્હીઃ વહીવટી સમિતિ ઈંગ્લેન્ડમાં ભારતીય ટીમના આશા પ્રમાણે પ્રદર્શન ન કરવા પર મુખ્ય કોચ રવિ શાસ્ત્રી સાથે ચર્ચા કરી શકે છે. ભારતે વનડે શ્રેણી સિવાય ટેસ્ટ શ્રેણીમાં પણ હારનો સામનો કરવો પડ્યો અને આશા છે કે coa પાંચમી ટેસ્ટ બાદ ટીમના પ્રદર્શનની સમીક્ષા કરશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈને કહ્યું, સીઓએની 11 સપ્ટેમ્બરે મુંબઈમાં બેઠક છે. મુખ્ય ચર્ચા નવુ બંધારણ લાગૂ કરવા પર થશે પરંતુ નિશ્ચિત રીતે ઈંગ્લેન્ડ શ્રેણીના પ્રદર્શન પર પણ ચર્ચા થશે. તેમણે કહ્યું, આ નિર્ણય સીઓએએ કરવાનો છે કે તે રવિ શાસ્ત્રીને ખાનગી રીતે મળવા ઈચ્છે છે કે તેની પ્રતિક્રિયા લેખિત રિપોર્ટમાં ઈચ્છે છે. હાલમાં ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC) કામ કરી રહી નથી. ચૂંટણી થાય ત્યાં સુધી પ્રભાર સીઓએની પાસે છે. તે પ્રદર્શનની સમીક્ષા કરશે. 

જો બેઠક યોજાશે તો પસંદગી સમિતિના અધ્યક્ષ એમએસકે પ્રસાદનું મંતવ્ય પણ જાણવામાં આવશે. છેલ્લા ત્રણ દાયકા કરતા વધુ સમયથી પરંપરા રહી છે કે પ્રત્યેક શ્રેણી (ઘરેલૂ અને વિદેશી) બાદ મેનેજરનો રેપોર્ટ માંગવામાં આવે છે પરંતુ સામાન્ય રીતે કોચ કોઈ રિપોર્ટ આપતો નથી. 

પરંતુ મેનેજર પાસે ટીમ પ્રદર્શનની સમીક્ષા કરવાનો અધિકાર નથી. અધિકારીએ સ્પષ્ટ કર્યું. મેનેજરના રિપોર્ટમાં સંપૂર્ણ રીતે ઔપચારિકતા હોય છે. સુનીલ સુબ્રમણ્યમની સંપૂર્ણ જવાબદારી વહીવટી છે અને તેનું ક્રિકેટ પ્રદર્શન સાથે કોઇ લેવાદેવા નથી. તેમણે કહ્યું, ત્યાં રહેવુ, જમવાની પસંદગી, યાત્રાની સુવિધાઓ, પ્રેક્ટિસની સ્થિતિ સાથે જોડાયેલ છે. સુનીલની પાસે અન્ય વસ્તુ વિશે લખવાનો અધિકાર નથી. ક્રિકેટ સાથે જોડાયેલો જવાબ શાસ્ત્રી, કોહલી કે એમએસકે પ્રસાદ પાસે માંગવામાં આવશે. 

ગ્રેગ ચેપલના ગયા બાદ કોઈપણ ભારતીય કોચે વિદેશી શ્રેણી બાદ બીસીસીઆઈને પ્રદર્શનની સમીક્ષાનો રેપોર્ટ આપ્યો નથી. પરંપરા છે કે સચિવ કે અધ્યક્ષ કોચ કે કેપ્ટનની સાથે મુલાકાત કરીને શ્રેણી પર વાત કરે છે. કાર્યકારી અધ્યક્ષ સીકે ખન્નાને આ પ્રકારની જવાબદારી સોંપવામાં આવી નથી જ્યારે કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરીના અધિકારોમાં ઘટાડો કર્યો છે. 

તે જોવાનું રહેશે કે સીઓએ આગામી દિવસોમાં સમાપ્ત થનારા પ્રવાસ પર ફિઝિયો પૈટ્રિક ફરહાર્ટ પાસે રિપોર્ટ માંગે છે કે નહીં. બીસીસીઆઈના એક અન્ય વરિષ્ઠ અધિકારીએ કહ્યું, શું ભુવનેશ્વરને પીઠમાં ઈજા છતા ત્રીજી વનડે મેચ રમવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. શું સાઉથમ્પ્ટન ટેસ્ટ દરમિયાન અશ્વિન સંપૂર્ણ પણે ફીટ ન હતો. બંન્ને મામલામાં સત્તાવાર શબ્દ હતા ઈજા વધી ગઈ જેનાથી સાબિત થાય છે ઈજા હતી. આશા રાખીએ કે સીઓએ આ રિપોર્ટ પણ માંગશે.