India vs England: જેમ્સ એન્ડરસને ગ્લેન મેક્ગ્રાના રેકોર્ડની બરોબરી કરી
શનિવારે બે વિકેટ ઝડપતા એન્ડરસની ભારત વિરુદ્ધ 107 ટેસ્ટ વિકેટ થઈ ગઈ હતી. તે મુરલીધરને ભારત વિરુદ્ધ ટેસ્ટમાં 105 વિકેટ ઝડપી હતી.
લંડનઃ ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ફાસ્ટ બોલક ગ્લેન મૈક્ગ્રાના રેકોર્ડની બરોબરી કરી લીધી છે. એન્ડરસને ચેતેશ્વર પૂજારાને આઉટ કરી ટેસ્ટ ક્રિકેટમાં 563 વિકેટ પૂરી કરી છે. હવે તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર ફાસ્ટ બોલરોની યાદીમાં મેક્ગ્રાની બરોબર પહોંચી ગયો છે.
ઓવલના મેદાન પર ભારત વિરુદ્ધ પાંચમાં ટેસ્ટની બીજી ઈનિંગ પહેલા એન્ડરસનના નામે 561 વિકેટ હતી. પરંતુ તેણે એક ઓવરમાં શિખર ધવન અને ચેતેશ્વર પૂજારાનને આઉટ કરીને મેક્ગ્રાના રેકોર્ડની બરોબરી કરી લીધી છે. એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલરોની યાદીમાં ચોથા સ્થાન પર પહોંચી ગયો છે.
એન્ડરસને ભારતની પ્રથમ ઈનિંગમાં બે વિકેટ ઝડપી હતી. મેચના બીજા દિવસે તેણે પૂજારા અને રહાણેને આઉટ કરીને ભારતને બે મહત્વપૂર્ણ ઝટકા આપ્યા હતા.
શનિવારે બે વિકેટ ઝડપતા એન્ડરસની ભારત વિરુદ્ધ 107 ટેસ્ટ વિકેટ થઈ ગઈ હતી. તે મુરલીધરને ભારત વિરુદ્ધ ટેસ્ટમાં 105 વિકેટ ઝડપી હતી.
જ્યાં સુધી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલરોની વાત આવે તો પ્રથમ ત્રણ સ્થાનો પર સ્પીનરો છે. મુરલીધરનના નામે 800, ઓસ્ટ્રેલિયાના શેન વોર્ન (708) અને ભારતના અનિત કુંબલેના નામે 619 વિકેટ છે.
36 વર્ષીય એન્ડરસને પોતાની પ્રથમ ટેસ્ટ મેચ 2003માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ રમી હતી. અત્યારે તે ઈંગ્લેન્ડ માટે 143મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 42 રન આપીને સાત વિકેટ છે. જ્યાં સુધી વનડે ક્રિકેટની વાત છે તો તેણે 194 વનડે મેચોમાં 269 વિકેટ ઝડપી છે. તો 19 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં તેના નામે 18 વિકેટ છે.
વેસ્ટઈન્ડિઝના મહાન ફાસ્ટ બોલર કોર્ટની વોલ્શે 132 ટેસ્ટ મેચોમાં 519 વિકેટ લીધી હતી. તો કપિલ દેવે 131 મેચમાં 434, ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડે 123 મેચોમાં 432 અને ન્યૂઝીલેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર રિચર્ડ હેડલીએ 86 ટેસ્ટ મેચોમાં 431 વિકેટ લીધી છે.