ઓવલ (લંડન): ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન પર અહીં ભારત વિરુદ્ધ પાંચમી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટના બીજા દિવસે રમત દરમિયાન અમ્પાયરના નિર્ણયનો વિરોધ કરવા પર મેચ ફીના 15 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આઈસીસીના નિવેદન અનુસાર દંડ સિવાય આ ફાસ્ટ બોલરના અનુશાસનાત્મક રેકોર્ડમાં એક ડિમેરિટ પોઇન્ટ જોડવામાં આવ્યો છે. સપ્ટેમ્બર 2016માં સંશોધિત આચાર સંહિતા લાગૂ થયા બાદ આ એન્ડરસનનો પ્રથમ ગુનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના ભારતીય ઈનિંગની 29મી ઓવરમાં થઈ જ્યારે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વિરુદ્ધ એલબીની અસફળ અપીલ પર ડીઆરએસ બાદ તેને અમ્પાયર કુમાર ધર્મસેના પાસેથી પોતાની કેપ લેતા સમયે આક્રમક રીતે વાત કરતો જોવા મળ્યો હતો. એન્ડરસનને ખેલાડી અને ખેલાડીઓના સહયોગી સ્ટાફ સાથે જોડાયેલી આઈસીસી આચાર સંહિતાના નિયમ 2.1.5ના ઉલ્લંઘનનો દોષિ ઠેરવાયો જે આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન અમ્પાયરના નિર્ણય પ્રત્યે વિરોધ વ્યક્ત કરવા સાથે જોડાયેલ છે. 



એન્ડરસને ભૂલ સ્વીકારી
ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલરે ગુનો અને આઈસીસી મેચ રેફરી એન્ડી પાઇક્રાફ્ટ દ્વારા આપવામાં આવેલી સજાનો સ્વીકાર કરી લીધો છે. આ આરોપ ફિલ્ડ અમ્પાયર કુમાર ધર્મસેના અને જોઈલ વિલ્સન, ત્રીજા અમ્પાયર બ્રૂસ આક્સેનફોર્ડ અને ચોથા અમ્પાયર રોબિનસને લગાવ્યા હતા. લેવલ એકના ગુનામાં ઓછામાં ઓછઈ સજા ઠપકો જ્યારે વધુમાં વધુ મેચ ફીના 50 ટકાનો દંડ છે. આ સિવાય એક કે બે ડિમેરિટ અંક પણ આપવામાં આવે છે.