વેલિંગટનઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટે ભારત વિરુદ્ધ 6 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ત્રણ મેચોની ટી20 સિરીઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ન્યૂઝીલેન્ડે બે નવા ખેલાડીઓ ઓલરાઉન્ડર ડેરિલ મિશેલ અને ફાસ્ટ બોલર બ્લેયર ટિકનેરને ટીમમાં સ્થાન આપ્યું છે. કેન વિલિયમસન ટીમનું નેતૃત્વ કરશે. જે શ્રીલંકા સામેની ટી20 શ્રેણીમાંથી બહાર હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝીલેન્ડ ક્રિકેટે એક નિવેદનમાં જણાવ્યું કે, ડગ બ્રાસવેલને ઈજાગ્રસ્ત જિમ્મી નિશામના સ્થાને ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો, તેણે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. ભારતીય ટીમની કમાન રોહિતના હાથમાં રહેશે કારણ કે વિરાટને આરામ આપવામાં આવ્યો છે. મિશલ અને ટિકનેરને ન્યૂઝીલેન્ડની ડોમેસ્ટિલ ટી20 લીગ સુપર સ્મૈશમાં સારા પ્રદર્શનનું ઈનામ મળ્યું છે. ત્રણ મેચોની સિરીઝ દરમિયાન બંન્ને દેશોની મહિલા ટીમોના મેચ પણ સમાન પિચ પર રમાશે. 


ન્યૂઝીલેન્ડની ટીમ આ સમયે ભારત વિરુદ્ધ વનડે સિરીઝમાં પોતાના ખેલાડીઓના, ખાસ કરીને બેટ્સમેનોના ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહી છે. તેના બોલરોએ વનડે સિરીઝમાં ખરાબ પ્રદર્શન કર્યું નથી, પરંતુ તે ટીમ ઈન્ડિયા પર દબાવ બનાવવામાં નિષ્ફળ રહ્યાં છે. 


ન્યૂઝીલેન્ડ ટીમઃ
કેન વિલિયમસન (કેપ્ટન), ડગ બ્રાસવેલ, કોલિન ડિ ગ્રાન્ડહોમે, લોકી ફર્ગ્યુસન, માર્ટિન ગુપ્ટિલ, સ્કાટ કે, ડેરિલ મિશેલ, કોલિન મુનરો, મિશેલ સેન્ટનર, ટિમ સેઇફર્ટ, ઈશ સોઢી, ટિમ સાઉદી, રોસ ટેલર, બ્લેયર ટિકનેર.