નવી દિલ્હી: વરસાદના કારણે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ (ICC Cricket World Cup 2019)ની પહેલી સેમિફાઇનલ મંગળવારે પૂરી થઇ શકી નહોતી. હવે બુધવારના રિઝર્વ ડેના દિવસે અધુરી મેચ રમાવવાની છે. પરંતુ હવામાન વિભાગનું કહેવું છે કે, મેન્ચેસ્ટરમાં બુધવાર સવારે 10 ટકા અને બપોરે સુધીમાં 50 ટકા સુધી વરસાદ થવાની સંભાવના છે. એવામાં સવાલ ઉભો થઇ રહ્યો છે કે, વરસાદના કારણે આજે પણ મેચ નહિ રમાઈ તો શું થશે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- INDvsNZ: મેચમાં ફરી વરસાદ પડે તો ભારતને કેટલો મળશે ટાર્ગેટ? જાણો ગણતરી


તેનો સીધો જવાબ છે કે, આ પરિસ્થિતિમાં ન્યુઝીલેન્ડ વર્લ્ડ કપમાંથી બહાર થઇ જશે અને પોઇન્ટ ટેબલમાં પોઇન્ટ આધારે ભારતને ફાઇનલમાં જગ્યા મળી જશે. તેને લઇ ક્રિકેટ નિષ્ણાતોનું કહેવું છે કે, બંને ટીમોનું પ્રદર્શન તે સમયે લીગ રાઉન્ડમાં જોવા મળશે. અત્યાર સુધીમાં ટૂર્નામેન્ટમા ભારત જેટલી મેચ રમ્યું છે, તેના આધારે પાઇન્ટ્સ ટેબલમાં ભારતે 15 પોઇન્ટ્સ મેળવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તો બીજી તરફ ન્યુઝીલેન્ડના 11 જ પાઇન્ટ્સ છે. આ કારણથી કહેવામાં આવી રહ્યું છે કે, વરસાદને લઇ જો મેચ રદ થાય તો આ પરિસ્થિતિમાં ભારતને કોઇ નુકસાન નથી. માત્ર ન્યુઝીલેન્ડને નુકસાન ભોગવવું પડશે. જો વરસાદના કારણે બંને દિવસ મેચ રમાઇ શકે નહીં તો પોઇન્ટ્સના આધાર પર ભારત સરળતાથી ફાઈનલ ટિકિટ મેળવશે.


વધુમાં વાંચો:- વિરાટ કોહલીએ જસપ્રીત બુમરાહની કરી નકલ, જુઓ VIDEO


ખરાબ હવામાનની આગાહી
આજની મેચને લઇને જો weather.comનું માનીએ તો મેન્ચેસ્ટરના સમય અનુસાર સવારે 5 વાગ્યાથી વાદળો ઘેરાયા છે. જો કે, સવારે 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીમાં વાદળો વિખેરાઇ જશે. પરંતુ સાજે 8 વાગે છુટો છવાયો વરસાદ થવાની સંભાવના છે. હવે આ મેન્ચેસ્ટરના હવામાન પર આધાર કરશે કે, શું બુધવારે પણ આ મેચ પૂર્ણ થઇ શકેશે કે નહીં. હવામાન વિભાગની આગાહી એટલિ અપેક્ષિત નથી.


વધુમાં વાંચો:- IND VS NZ: સેમિફાઇનલમાં વરસાદ, DLS નિયમ મુજબ ભારતને મળી શકે છે આ ટાર્ગેટ


મેચ પર શું થશે અસર
હવામાન વિભાગે મંગળવારને લઇ જે આગાહી કરી હતી, તે સાચી સાબિત થઇ છે. એવામાં જો બુધવારે પણ વરસાદ પડે છે તો ભારત અને ન્યુઝીલેન્ડની મેચ પરિણામ વગર (No Results) જ સમાપ્ત થઇ શકે છે.


વધુમાં વાંચો:- બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે કોચને હટાવ્યા, વિશ્વકપમાં ખરાબ પ્રદર્શન બન્યું કારણ


રિઝર્વ ડેનો ફંડો
આઇસીસી વર્લ્ડ કપના નોકઆઉટ રાઉન્ડમાં રિઝર્વ ડેની જોગવાઈ છે. આ નિયમ અનુસાર, જે તારીખે મેચ રમાવવાની છે તે દિવેસ જો મેચ પૂર્ણ થઇ શકે નહીં તો બીજા દિવસે મેચ શરૂ કરવામાં આવે. જ્યાંથી પહેલા દિવસે મેચ રોકાઇ હતી ત્યાંથી શરૂ કરવામાં આવે છે. 1999માં ઇંગ્લેન્ડમાં રમાયેલા વર્લ્ડમાં આ પરિસ્થિતિ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં થઇ ચુકી છે.


જુઓ Live TV:- 


સ્પોર્ટના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...