INDvsNZ: મેચમાં ફરી વરસાદ પડે તો ભારતને કેટલો મળશે ટાર્ગેટ? જાણો ગણતરી
વર્લ્ડ કપમાં જો આજે (બુધવાર) વરસાદના કારણે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સેમિ-ફાઇનલ મેચ અધુરી રહે તો ભારતને કેટલો ટાર્ગેટ આપવામાં આવશે? આ પ્રકારના સવાલ બધા વિચારી રહ્યાં છે. મંગળવારે ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરી 46.1 ઓવરમાં 211/5 રન બનાવ્યા હતા.
Trending Photos
નવી દિલ્હી: વર્લ્ડ કપમાં જો આજે (બુધવાર) વરસાદના કારણે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સેમિ-ફાઇનલ મેચ અધુરી રહે તો ભારતને કેટલો ટાર્ગેટ આપવામાં આવશે? આ પ્રકારના સવાલ બધા વિચારી રહ્યાં છે. મંગળવારે ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરી 46.1 ઓવરમાં 211/5 રન બનાવ્યા હતા. આ સંદર્ભમાં ક્રિકેટ નિષ્ણાતોનું કહેવું છે કે, જો ભારતને 46 ઓવર રમાડવામાં આવે તો તેમને 237 રનનો ટાર્ગેટ મળી શકે છે. એવી જ રીતે 40 ઓવરમાં 223 રનનો ટાર્ગેટ આપવામાં આવશે. જો કે, આ રીતે 35, 30, 25 અને 20 ઓવર રમવા મળે તો ભારતને ક્રમશ: 209, 190, 172 અને 148 રનના ટ્રાગેટનો પીછો કરવો પડી શકે છે.
વધુમાં વાંચો:- વિરાટ કોહલીએ જસપ્રીત બુમરાહની કરી નકલ, જુઓ VIDEO
જો આજે મેચ ના રમાઇ તો...
તેનો સીધો જવાબ છે કે, આ પરિસ્થિતિમાં ન્યુઝીલેન્ડ વર્લ્ડ કપમાંથી બહાર થઇ જશે અને પોઇન્ટ ટેબલમાં પોઇન્ટ આધારે ભારતને ફાઇનલમાં જગ્યા મળી જશે. તેને લઇ ક્રિકેટ નિષ્ણાતોનું કહેવું છે કે, બંને ટીમોનું પ્રદર્શન તે સમયે લીગ રાઉન્ડમાં જોવા મળશે. અત્યાર સુધીમાં ટૂર્નામેન્ટમા ભારત જેટલી મેચ રમ્યું છે, તેના આધારે પાઇન્ટ્સ ટેબલમાં ભારતે 15 પોઇન્ટ્સ મેળવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તો બીજી તરફ ન્યુઝીલેન્ડના 11 જ પાઇન્ટ્સ છે. આ કારણથી કહેવામાં આવી રહ્યું છે કે, વરસાદને લઇ જો મેચ રદ થાય તો આ પરિસ્થિતિમાં ભારતને કોઇ નુકસાન નથી. માત્ર ન્યુઝીલેન્ડને નુકસાન ભોગવવું પડશે. જો વરસાદના કારણે બંને દિવસ મેચ રમાઇ શકે નહીં તો પોઇન્ટ્સના આધાર પર ભારત સરળતાથી ફાઈનલ ટિકિટ મેળવશે.
ખરાબ હવામાનની આગાહી
આજની મેચને લઇને જો weather.comનું માનીએ તો મેન્ચેસ્ટરના સમય અનુસાર સવારે 5 વાગ્યાથી વાદળો ઘેરાયા છે. જો કે, સવારે 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીમાં વાદળો વિખેરાઇ જશે. પરંતુ સાજે 8 વાગે છુટો છવાયો વરસાદ થવાની સંભાવના છે. હવે આ મેન્ચેસ્ટરના હવામાન પર આધાર કરશે કે, શું બુધવારે પણ આ મેચ પૂર્ણ થઇ શકેશે કે નહીં. હવામાન વિભાગની આગાહી એટલિ અપેક્ષિત નથી.
મેચ પર શું થશે અસર
હવામાન વિભાગે મંગળવારને લઇ જે આગાહી કરી હતી, તે સાચી સાબિત થઇ છે. એવામાં જો બુધવારે પણ વરસાદ પડે છે તો ભારત અને ન્યુઝીલેન્ડની મેચ પરિણામ વગર (No Results) જ સમાપ્ત થઇ શકે છે.
રિઝર્વ ડેનો ફંડો
આઇસીસી વર્લ્ડ કપના નોકઆઉટ રાઉન્ડમાં રિઝર્વ ડેની જોગવાઈ છે. આ નિયમ અનુસાર, જે તારીખે મેચ રમાવવાની છે તે દિવેસ જો મેચ પૂર્ણ થઇ શકે નહીં તો બીજા દિવસે મેચ શરૂ કરવામાં આવે. જ્યાંથી પહેલા દિવસે મેચ રોકાઇ હતી ત્યાંથી શરૂ કરવામાં આવે છે. 1999માં ઇંગ્લેન્ડમાં રમાયેલા વર્લ્ડમાં આ પરિસ્થિતિ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં થઇ ચુકી છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે