માઉન્ટ મોઉનગુઈઃ ભારતે ન્યૂઝીલેન્ડમાં શાનદાર પ્રદર્શન કરતા સતત બીજી વનડે મેચ જીતી લીધી છે. શનિવારે રમાયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડને 90 રને પરાજય આપ્યો હતો. ભારતે ન્યૂઝીલેન્ડને તેની ધરતી પર સતત બે વનડેમાં પ્રથમવાર હરાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ચાર વિકેટ પર 324 રન બનાવ્યા હતા. ભારત તરફથી શિખર અને રોહિતે અડધી સદી ફટકારી હતી. આ સિવાય ધોની 48, રાયડૂ 47 અને કોહલીએ 43 રનનું યોગદાન આપ્યું હતું. 325 રનના લક્ષ્યના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 234 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આપણે આ પાંચ ખેલાડીઓને મેચના હીરો કહી શકીએ.... 


રોહિતની 38મી અડધી સદી
રોહિતે આ મેચમાં સૌથી વધુ 87 રન બનાવ્યા હતા. તેણે 96 બોલમાં નવ ફોર અને ત્રણ સિક્સ ફટકારી હતી. આ તેની 38મી અડધી સદી છે. તેણે ઓપનર શિખર સાથે 152 રનની ભાગીદારી કરી હતી. 


શિખર ધવનની 28મી અડધી સદી
શિખરે આ મેચમાં 67 બોલમાં 66 રન ફટકાર્યા હતા. તેણે ઈનિંગમાં 9 ચોગ્ગા ફટકાર્યા હતા. તે આ મેચમાં બીજો ટોપ સ્કોરર રહ્યો હતો. 


ધોનીની ધમાકેદાર ઈનિંગ
ધોનીએ આ મેચમાં પણ શાનદાર પ્રદર્શન કરતા 33 બોલમાં અણનમ 48 રન ફટકાર્યા હતા. તેણે છેલ્લી ઓવરોમાં આક્રમક બેટિંગ કરતા પાંચ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. 


કુલદીપની કમાલની બોલિંગ
ફરી એકવાર કુલદીપને સમજવામાં કીવી ખેલાડીઓ નિષ્ફળ રહ્યાં હતા. તેણે ચાર બેટ્સમેનોને આઉટ કર્યા હતા. એક સમયે તેની પાસે હેટ્રિક લેવાની તક હતી. તેણે 10 ઓવરમાં માત્ર 45 રન આપ્યા હતા. પ્રથમ વનડેમાં પણ તેણે ચાર વિકેટ ઝડપી હતી. 


ભુવીએ અપાવી શાનદાર શરૂઆત
ભુવીનું પ્રદર્શન આ મેચમાં ખાસ રહ્યું હતું. તેણે 7 ઓવરમાં 42 રન આપીને બે વિકેટ ઝડપી હતી. તેણે એક ઓવર મેડન પણ ફેંકી હતી. તેણે ભારતને મેચમાં પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ રન બનાવનાર ડગ બ્રેસવેલ (57)ને પણ આઉટ કર્યો હતો.