વેલિંગટનઃ ભારતના સીનિયર બેટ્સમેન શિખર ધવને મંગળવારે કહ્યું કે, આશાસ્પદ વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત મેચનું પાસું પલટવાની પોતાની ક્ષમતાને કારણે ભારતીય ટીમ માટે ઘણો ઉપયોગી બની ગયો છે. હાલમાં આઈસીસીના આશાસ્પદ ખેલાડીનો પુરસ્કાર જીતનાર પંત બુધવારથી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શરૂ થઈ રહેલી ટી20 સિરીઝ માટે ભારતીય ટીમમાં વાપસી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંતને ભવિષ્યમાં મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યાએ ટીમમાં જોવામાં આવી રહ્યો છે અને ઈંગ્લેન્ડ તથા ઓસ્ટ્રેલિયામાં સારુ પ્રદર્શન કરી તેણે પોતાની ઉપયોગિતા સાબિત પણ કરી છે. ધવને કહ્યું, તે (રિષભ પંત) ઘણો આક્રમક બેટ્સમેન છે અને ટીમ માટે ઉપયોગી પણ. તે ગમે ત્યારે મેચનું પાસું પલટી શકે છે. આશા છે કે, આ તકનો તે લાભ ઉઠાવશે. 



b'day Special: ભુવનેશ્વરને ક્રિકેટ સ્ટાર બનાવનાર 13 બોલ, જુઓ VIDEO


તેણે કહ્યું કે, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રણ મેચોની આ સિરીઝના માધ્યમથી ટીમ ઈન્ડિયા પ્રવાસનો અંત જીત સાથે કરવા ઈચ્છશે. આ સિવાય ઓસ્ટ્રેલિયા વિરુદ્ધા આ મહિનાના અંતમાં ભારતમાં શરૂ થઈ રહેલી સિરીઝમાં પણ રિધમ જાળવી રાખવા ઈચ્છશે. 



અંકિતા રૈનાએ હાસિલ કરી કરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ, પ્રજનેશને એક સ્થાનનું નુકસાન


ધવન બોલ્યો- અમે પણ માણસ છીએ
ધવને સતત સિરીઝ વિશે કહ્યું, અમે પણ માણસ છીએ અને શરીરને આરામની જરૂર હોય છે. અમે આ સિરીઝનો અંત પણ જીત સાથે કરીને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝમાં લય જાળવી રાખવા મેદાને ઉતરશું. તે પૂછવા પર કે મેથી જુલાઈ સુધી ઈંગ્લેન્ડમાં યોજાનારા વિશ્વકપ પહેલા ટી20 સિરીઝનું શું મહત્વ છે, ધવને કહ્યું, મને લાગે છે પાંચ વનડે ઘણા છે. તે સારી વાત છે કે અંતમાં અમે ટી20 રમી રહ્યાં છીએ. અમને અત્યાર સુધીના પ્રદર્શન પર ખુશી છે.