b'day Special: ભુવનેશ્વરને ક્રિકેટ સ્ટાર બનાવનાર 13 બોલ, જુઓ VIDEO

ભુવનેશ્વર કુમાર અત્યારે ભારતીય ટીમનો સ્કાર બોલર છે. તેને સ્વિંગનો માસ્ટર કહેવામાં આવે છે. 
 

b'day Special: ભુવનેશ્વરને ક્રિકેટ સ્ટાર બનાવનાર 13 બોલ, જુઓ VIDEO

નવી દિલ્હીઃ હિન્દુસ્તાનમાં એક કહેવત છે, નામ મોટુ અને દર્શન નાના. પરંતુ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર, જેને હવે કોઈ ઓળખાણની જરૂર નથી, જે વર્લ્ડ ક્રિકેટમાં અત્યારના સમયમાં સ્વિંગનો સુલ્તાન છે. પરંતુ ભુવી સાથે આવું નથી. ભુવનેશ્વરના જન્મ પર પંડિતે તેને જોઈને કહ્યું હતું કે, આનું નામ મોટુ રાખવું ત્યારે આ મોટુ કામ કરશે. જેથી માતા-પિતાએ નામ ભુવનેશ્વર રાખી દીધું, જે આજની તારીખમાં ઈન્ડિયા જ નહીં વિશ્વભરમાં પોતાની બોલિંગ માટે જાણીતો છે. 

29 વર્ષનો થયો ભુવી
ભુવનેશ્વર આજે પોતાનો 29મો જન્મદિવસ મનાવી રહ્યો છે. 5 ફેબ્રુઆરી 1990ના ભુવનેશ્વરનો જન્મ યૂપીના નાના શહેર મેરઠમાં થયો હતો. પરંતુ ત્યારે કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે આ નાના શહેરના આ છોકરાની દિવાનગી એક દિવસ વર્લ્ડ ક્રિકેટમાં પણ હશે. તો સૌથી મોટો સવાલ છે કે, ભુવનેશ્વર કુમારના સ્ટાર બનવાની શરૂઆત કેમ થઈ. તેની પાછળ પંડિતનું મોટુ નામ રાખવાનો નુસ્ખો જરૂર હોય શકે છે પરંતુ તેનાથી વધીને છે તેની મહેનત અને ક્ષણતા. તે 13 બોલ છે, જેના દ્વારા તે અંધારામાંથી બહાર આવ્યો અને સ્ટારડમમાં જીતવાની તક આપી. માત્ર તે માટે કારણ કે તેણે 13 બોલમાં ક્રિકેટના ભગવાનને હલાવી દીધા હતા. 

ભુવીનો 13મો બોલ
હવે તો તમે સમજી જશો કે અમે અહીં ક્યા ભુવનેશ્વરની વાત કરી રહ્યાં છીએ. જો ન સમજી શક્યા હોવ તો જુઓ આ વીડિઓ. 

— सुयश स्वरूप சுயஷ் ஸ்வரூப் 🏏🇮🇳 (@sscomp32) February 5, 2019

આ વીડિયો માત્ર તે 13માં બોલનો છે, જે ભુવીએ સચિનને ફેંક્યો હતો અને જેના પર ક્રિકેટના ભગવાન આઉટ થયા હતા. આ પહેલા ભુવીએ જે 12 બોલ સચિનને ફેંક્યા તેના પર માસ્ટર બ્લાસ્ટરને ખુબ મુશ્કેલી થઈ હતી. જેના પરિણામ સ્વરૂપ સચિન તેંડુલકરને પ્રથમવાર ફર્સ્ટક્લાસમાં ખાતુ ખોલ્યા વિના પેવેલિયન પરત જવું પડ્યું હતું. તમને જણાવી દઈએ કે સચિન વિરુદ્ધ ભુવીની સફળતાની કહાની જાન્યુઆરી 2009માં હૈદરાબાદમાં રમાયેલા મુંબઈ વિરુદ્ધ યૂપીના રણજી મેચની છે. 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મેળવી સફળતા
ગ્લેન મૈક્ગ્રા બનવાનું સપનું જોનાર ભુવી માટે આ પ્રથમ તક હતી જ્યારે તે ચર્ચામાં આવ્યો અને એક સામાન્ય ક્રિકેટરથી ખાસ બનવાની સફર શરૂ થઈ હતી. આજે ભુવી ભારત જ નહીં વિશ્વના બોલરો વચ્ચે એક મોટુ નામ છે. તે પ્રથમ એવો ભારતીય બોલર છે જેણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પાંચ વિકેટ ઝડપી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news