Team India Probable Playing 11: વર્લ્ડકપ 2023માં ટીમ ઈન્ડિયા સતત 4 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે, પરંતુ રોહિતની સેના ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં જીત મેળવીને ટોપ પર જઈ શકે છે, આ માટે તેમણે 22 ઓક્ટોબરે કિવી ટીમને કોઈપણ ભોગે હરાવવી પડશે. ન્યુઝીલેન્ડે પણ તેની અત્યાર સુધીની તમામ મેચો જીતી લીધી હોવાથી તે પણ તેની જીતનો સિલસિલો યથાવત રહેવા માંગશે. હવે ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં નક્કી થશે કે કોણ જીતશે અને કોણ હારશે. જો વરસાદ નહીં પડે તો ચોક્કસ કોઈને કોઈ ટીમનો વિજય રથ અટકશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતનું પ્રદર્શન ખરાબ
વનડે ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધી કુલ 9 મેચ રમાઈ છે, જેમાં કિવી ટીમે 5 અને ટીમ ઈન્ડિયાએ 3 મેચ જીતી છે, જ્યારે એક મેચનું પરિણામ આવ્યું નથી. વર્લ્ડકપમાં બન્ને ટીમ છેલ્લે 2019માં સેમીફાઈનલમાં ટકરાઈ હતી, જેમાં ન્યૂઝીલેન્ડનો વિજય થયો હતો.


હાર્દિક પંડ્યા નહીં હોય હાજર
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા રવિવારે યોજાનારી મેચમાં ટીમનો ભાગ નહીં હોય. બાંગ્લાદેશ સામે રમાયેલી છેલ્લી મેચમાં ઈજાના કારણે હાર્દિકે મેદાન છોડી દીધું હતું. હવે પંડ્યા મેડિકલ ટ્રીટમેન્ટ માટે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) જશે અને પછી લખનૌમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાશે જ્યાં 29 ઓક્ટોબરે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાવાની છે.


આ દિગ્ગજ ખેલાડીને મળી શકે છે મોકો
ટીમ ઈન્ડિયાના સ્કોડમાં 2 ખેલાડી એવા છે જેમણે અત્યાર સુધી એક મેચમાં પણ રમવાનો મોકો મળ્યો નથી. આ ખેલાડી છે સૂર્યકુમાર યાદવ અને મોહમ્મદ શમી. જોકે, ભારતીય બેટિંગ લાઈનઅપ ખુબ જ મજબૂત દેખાઈ રહી છે, એવામાં ટીમ ઈન્ડિયા બોલિંગ પર ફોકસ કરવા માંગશે. આશા છે કે કીવી ટીમ વિરુદ્ધ દિગ્ગજ બોલર મોહમ્મદ શમીની એન્ટ્રી થઈ શકે છે. શમીએ પહેલા પણ ઘણી વખત ટીમ ઈન્ડિયાને એકલા હાથે મેચ જીતાડી છે, એવામાં મોહમ્મદ શમીનો ચાન્સ વધારે રહે છે.



શાર્દુલ ઠાકુર બેસી શકે છે બહાર 
હાર્દિક પંડ્યા ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર છે, શાર્દુલ ઠાકુર તેની સ્થિતિમાં ફિટ બેસે છે, પરંતુ અત્યાર સુધી 3 મેચમાં તે બોલિંગમાં કંઈ ખાસ કરી શક્યો નથી. આવી સ્થિતિમાં ઘણા ક્રિકેટ નિષ્ણાતોએ પણ તેની પસંદગી પર સવાલ ઉઠાવ્યા છે. આવી સ્થિતિમાં તેને બેંચ પર બેસવું પડી શકે છે.


આ વર્લ્ડ કપમાં શાર્દુલ ઠાકુરનું પ્રદર્શન


  • અફઘાનિસ્તાન સામે: 6-0-31-1

  • પાકિસ્તાન સામે: 2-0-12-0

  • બાંગ્લાદેશ સામે: 9-0-59- 1


ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાના સંભવિત પ્લેઈંગ 11: 
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.


ભારતની સંપૂર્ણ ટીમઃ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, મોહમ્મદ યાદવ. શમી અને રવિચંદ્રન અશ્વિન.