INDvsSA : આજે બીજી ટી20 મેચ, શ્રેણી વિજય પર ભારતની નજર
સેન્ચુરિયનઃ વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમ આજે 3 મેચોની ટી20 શ્રેણી પર કબજો કરવા સેન્ચુરિયન પાર્કમાં દક્ષિણ આફ્રિકા સામે બીજી ટી20 મેચ રમશે. દક્ષિણ આફ્રિકાની હાલત જોતા તેને ચમત્કારિક પ્રદર્શન જ બચાવી શકે છે. ભારતે 18 તારીખે પ્રથમ ટી20 મેચમાં 28 રને પરાજય આપ્યો હતો. ભારતીય ટીમ શ્રેણીમાં 1-0થી આગળ છે. આજે બીજી મેચ જીતી જશો તો ટી20 શ્રેણી કબજે કરી લેશે.
કોહલીની ટીમ સારા ફોર્મમાં છે. ગત મેચમાં સૌથી વધુ રન બનાવનાર શિખર ધવન અને રોહિત શર્માએ સારી શરૂઆત અપાવી હતી. તે સિવાય કોહલી અને મનીષ પાંડેએ સારૂ પ્રદર્શન કર્યું હતું. ભારતીય બેટ્સેનો બીજી મેચમાં ફરી મોટો સ્કોર કરી શકે છે. જ્યાં સુધી બોલિંગનો સવાલ છે તો પ્રથમ મેચમાં ભુવનેશ્વર ભારે પડ્યો હતો, તેણે મેચમાં 5 વિકેટ ઝડપી હતી. આ સિવાય પંડ્યા, ચહલ અને બુમરાહ ફોર્મમાં છે.
બીજી તરફ ઈજાથી પરેશાન દક્ષિણ આફ્રિકા સામે બીજી મેચમાં પણ ભારતીય ટીમ મજબૂત છે. પ્રથમ મેચમાં હૈંડ્રિક્સે સૌથી વધુ 70 રન બનાવ્યા હતા. એબીડી ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. પ્રથમ મેચમાં આફ્રિકા તરફથી ડેબ્યૂ કરનાર જુનિયર ડાલાએ પોતાની બોલિંગથી પ્રભાવિત કર્યા હતા.
આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 9.30 કલાકે શરૂ થશે.
ભારતીય ટીમઃ વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, રૈના, ધોની, મનીષ પાંડે, પંડ્યા, ભુવનેશ્વર, ચહલ, બુમરાહ, જયદેવ ઉનડકટ.
દક્ષિણ આફ્રિકન ટીમઃ ડ્યુમિની, બેહરદીન, જૂનિયર ડાલા, હેંડ્રિક્સ, કિસ્ટિયન જોંકર, ક્લાસેન, મિલર, મોરિસ, ડેન પેટરસન, ફાંગિસો, ફેહુલકવાયો, શમ્સી, જોન-જોન સમ્ટ્સ.