INDvSA: નાના શહેરમાં ટેસ્ટ મેચ રમવાથી ખુશ નથી કોહલી, BCCIને આપ્યો નવો પ્લાન

ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાની સામે શાનદાર પ્રદર્શન કરી ટેસ્ટ સિરિઝમાં 3-0થી ઐતિહાસિક જીત નોંધાવી છે. આ સિરિઝની ત્રણેય ટેસ્ટ મેચ અપેક્ષા કરતા નાના સેન્ટરોમાં રમાઇ હતી. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ને આ વાત ગમી ન હતી
રાંચી: ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાની સામે શાનદાર પ્રદર્શન કરી ટેસ્ટ સિરિઝમાં 3-0થી ઐતિહાસિક જીત નોંધાવી છે. આ સિરિઝની ત્રણેય ટેસ્ટ મેચ અપેક્ષા કરતા નાના સેન્ટરોમાં રમાઇ હતી. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ને આ વાત ગમી ન હતી. તેણે રાંચીમાં જીત નોંધવ્યા બાદ સ્પષ્ટ કર્યું હતું કે, ભારતીય ટીમે (Team India) વધાર જગ્યાઓ પર મેચ રમવી જોઇએ નહીં. ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa)ની વચ્ચે ત્રણ મેચ ક્રમશ: વિશાખાપટ્ટનમ, પુણે અને રાંચીમાં રમાઇ હતી.
આ પણ વાંચો:- ટીમ ઇન્ડીયાનો દિવાળી પહેલાં ધમાકો, સાઉથ આફ્રીકાનો 3-0થી સફાયો
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ મેચ બાદ કહ્યું, મારા ખ્યાલમાં આપણે 5 મજબૂત ટેસ્ટ સેન્ટર બનાવવા જોઇએ. જે પણ વિદેશી ટીમ ટેસ્ટ મેચ રમવા માટે આવે છે. તેમને આ 5 સેન્ટર વિશે જાણકારી હોવા જોઇએ. દેખીતી રીતે આ એવા સેન્ટરો હોવા જોઈએ જ્યાં પિચ સારી હોય અને દર્શકો પણ સ્ટેડિયમમાં આવે. ભારતના સેન્ટરો એટલા વેરવિખેર છે તે યોગ્ય નથી.'
આ પણ વાંચો:- INDvsSA: 27 વર્ષમાં પહેલીવાર દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ 'ક્લીન સ્વીપ' કરશે ભારત
વિરાટ કોહલીએ વધુમાં કહ્યું કે, હું સ્ટેટ એસોસિએશની સલાહથી સહમત છું. જે રોટેશનની માગ કરે છે. પરંતુ તમને વન ડે અને ટી20 મેચની મેજબાની આપવી જોઇએ. જ્યા સુધી ટેસ્ટ મેચની વાત છે તો તે થોડી અળગ છે. ભારતીય ટીમને ખબર હોવી જોઇએ કે ટેસ્ટ મેચ કયા 5 સેન્ટરમાં રમાઇ શકે છે.
જુઓ Live TV:-