નવી દિલ્હી: ભારત અને વેસ્ટઇન્ડિઝની સામે ચાલી રહેલી ટી-20 મેચોમાં ભારતીય ટીમ સફળતાપૂર્વક આગળ વધી રહી છે. 2011 બાદ આ પહેલી એવી તક હશે તે જેમાં ભારતે તેના ઘરેલુ મેદાન પર ટી-20 સીરીઝ પોતાના નામે કરી હોય. મહત્વનું છે, કે હજી પણ એક મેચ રમાવાની બાકી છે. લખનઉના અટલ બિહારી બાજપેયી સ્ટેડિયમમાં 24 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય મેચ રમાઇ હતી. આ મેચમાં રોહિત શર્માએ શષાનદાર સદી ફટકારીને વેસ્ટઇન્ડિઝની ટીમને સીરીઝમાંથી બહાર કરી દીધી હતી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિત શર્માએ ચેના ટી-20 કરિયરમાં ચોથીવાર સદી ફટકારી છે, તે ટી-20 ભારત તરફથી પહેલા અને વિશ્વમાં બીજો સૌથી વધારે રન બનાવનારો ખેલાડી બની ગયો છે. ભારતે બીજી ટી-20માં વેસ્ટઇન્ડિઝને 71રને હાર આપી હતી. એ વાત સાચી કે ભારતે ટી-20 સરીઝ પણ જીત મેળવી લીધી છે. પરંતુ, ભારતીય ખેલાડીઓની નજર હવે ત્રીજા ટી-20 મેચમાં થોડા રેકોર્ડ પર રહેશે. રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહ આ રેકોર્ડ બનાવી શકે છે. આ બંન્ને ખેલાડીઓના હાલના ફોર્મને ધ્યાને રાખીએ તો તેમને આ રેકોર્ડ તોડવામાં કોઇ પણ પ્રકારની મુશ્કેલી નહિં થાય.   


જસપ્રીત બુમરાહ ટી-20માં 50 વિકેટ 
2016માં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યું કરવા બાદથી જસપ્રીત બુમરાહ ટીમ ઇન્ડિયાનો સૌથી મહત્વનો બોલર બની ગયો છે. તે ટેસ્ટ મેચની સાથે વન-ડે અને ટી-20માં પણ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. બુમરાહ ડેથ ઓવરમાં દુનિયાનો સૌથી સર્વશ્રેષ્ઠ બોલર માનવામાં આવે છે. તેની ઓવરમાં કોઇ પણ બેસ્ટમેન સહેલાઇથી રન કરી શકતા નથી. બુમરાહ ટી-20માં 50 ઓવરની નજીક છે. હવેએ આ ત્રીજી મેચમાં જો બુમરાહ 4 વિકેટ લઇ લેશે તો એ આ ઉપલબ્ધિ હાસિલ કરી શકશે. બુમરાહે અત્યાર સુધી માં 37 ટી-20 મેચોમાં 6.73ની ઇકોનોમી થી 46 વિકેટ લઇ ચૂક્યા છે. માટે જ આશા છે, કે બુમરાહ આગામી મેચમાં 4 વિકેટ મેળવીને રવિચંદ્ર અશ્વિનનો 42 મેચોમાં 50 વિકેટ લેવાનો રેકોર્ડ તોડી શકે છે.



રોહિત શર્મા લગાવી શકે છે ટી-20માં 100 સિક્સ 
રોહિત શર્માનું અત્યારનું ફોર્મ જોરદાર ચાલી રહ્યું છે. ખાસ કરીને તો સિક્સ મારવાની બાબતમાં દુનિયાનો સૌથી ખતરનાક બેસ્ટમેન માનવામાં આવી રહ્યો છે. રોહિતને સિક્સ મારવા જોવોએ એકદમ સુખદ અનુભવ હોય છે. વન-ડેમાં ન્યૂઝીલેન્ડનો રેકોર્ડ તોડ્યા બાદ રોહિત શર્મા બ્રેંડન મૈક્કુલમનો સૌથી વધારે સિક્સ મારવાનો રેકોર્ડ પણ તોડી શકે છે. રોહિત અત્યાર સુધીમાં 96 સિક્સ મારી ચૂક્યો છે.



સોથી વધારે રન બનાવનારો ખેલાડી બની શકે છે રોહિત 
રોહિત શર્માની નજર મૈક્કુલ સૌથી વધારે રન બનાવામાં વિરાટ કોહલી અને શોએબ મલિક તથા મૈક્કુલમને પાછળ છોડીને અત્યારે બીજા સ્થાન પર પહોચીં ગયો છે. રોહિત શર્માએ 78 ઇનિંગ્સમાં 33.89ની એવરેજથી 2203 રન બનવ્યા છે. જેમાં 4 સદી અને 15 ફિફ્ટી મારી છે. માર્ટિન ગુપ્ટિેલે 73 ઇનિંગમાં અત્યાર સુધીમાં 2271 રન બનાવ્યા છે. રોહિત ગુપ્ટિલથી માત્ર 68 રન પાછળ છે. આવાનારી મેચમાં ગુપ્ટિલના રેકોર્ડને પણ તોડી શકે છે. જો રોહિત આ રેકોર્ડ બનાવી લેશે. તો ભારતીય ક્રિકેટનો ઐતિહાસીક સમય ગણાશે. કારણ કે ટેસ્ટ, વન-ડે અને ટી-20માં સૌથી વધારે રન બનાનારા ભારતીય ખેલાડીઓ બની જશે.