એન્ટીગાઃ વિશ્વ કપ બાદ આઈસીસી વર્લ્ટ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ શરૂ થયેલી ભારત અને વિન્ડીઝ વચ્ચે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં બીજા દિવસે રોમાંચ આવી ગયો છે. પ્રથમ દિવસે ટીમ ઈન્ડિયાએ 203 રન બનાવતા 6 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ નિચલા ક્રમે ટીમના સ્કોરને 297 સુધી પહોંચાડ્યો અને ત્યારબાદ ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરતા 189ના સ્કોર પર યજમાન ટીમની 8 વિકેટ ઝડપીને તેને બેકફુટ પર ધકેલી દીધું છે. આ વચ્ચે ટીમ ઈન્ડિયાના મહત્વના બોલર બુમરાહે પોતાની 50 ટેસ્ટ વિકેટ પૂરી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી ઝડપી 50 ટેસ્ટ વિકેટ
બુમરાહે આ 50 વિકેટ ઝડપીને એક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો છે. તે ભારત માટે સૌથી ઝડપી 50 ટેસ્ટ વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે. બુમરાહે આ મુકામ ડેરેન બ્રાવોની વિકેટ ઝડપીને હાસિલ કર્યો હતો. બુમરાહે ડેરેન બ્રાવોને 18 રનના સ્કોર પર LBW આઉટ કર્યો હતો. 25 વર્ષીય બુમરાહે 11મી ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ હાસિલ કરી છે. આ સાથે બુમરાહ સૌથી ઝડપી 50 ટેસ્ટ વિકેટ ઝડપનાર ભારતીય બોલર બની ગયો છે. આ પહેલા રેકોર્ડ વેંકટેશ પ્રસાદ અને મોહમ્મદ શમીના નામે હતો. 


બે ટેસ્ટ પહેલા હાસિલ કર્યો આ મુકામ
બંન્ને વેંકટેશ પ્રસાદ અને મોહમ્મદ શમીએ આ મુકામ પોતાની 13મી ટેસ્ટમાં હાસિલ કર્યો હતો. બુમરાહ આ સમયે વિશ્વનો નંબર વન વનડે બોલર છે. તો ટેસ્ટ રેન્કિંગમાં આ સમયે 711 પોઈન્ટની સાથે 17મા સ્થાને છે. ટી20મા બુમરાહ 25મી રેન્કિંગ પર છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ઇશાંત શર્માએ પાંચ વિકેટ ઝડપી હતી. 

પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીના નિધનથી ક્રિકેટ જગતમાં શોકની લહેર 

શાનદાર બોલર છે બુમરાહ
બુમરાહનો છેલ્લી 10 ટેસ્ટ મેચોમાં 21.89ની એવરેજ અને 2.66ની ઇકોનોમી રેટ છે. તે ત્રણવાર પાંચ વિકેટ ઝડપી ચુક્યો છે. સૌથી ઝડપી 50 ટેસ્ટ વિકેટ ઝડપવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડના ચાર્લી ટર્નરના નામે છે જેણે માત્ર 6 ટેસ્ટ મેચોમાં 50 વિકેટ લીધી હતી. ટી20 અને વનડેમાં ડેથ ઓવર નિષ્ણાંત માનનારા બુમરાહ થોડા સમય બાદ પોતાનું ટેસ્ટ કરિયર શરૂ કર્યું પરંતુ બે વર્ષ પહેલા ટી20 અને વનડેમાં શાનદાર બોલિંગ બાદ તેને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.