નવી દિલ્હી: ભારતીય ટીમ વેસ્ટઇંડીઝ વિરૂદ્ધ ત્રણ મેચોની ટી20 સીરીઝ 3-0 થી જીત્યા બાદ હવે વનડે ક્રિકેટ માટે તૈયાર છે. બંને ટીમ વચ્ચે વનડે સીરીઝ (India vs West Indies) નો પ્રથમ મુકાબલો ગુરૂવાર (8 ઓગસ્ટ)ના રોજ રમાશે. આ ભારત  (Team India) અને વેસ્ટઇંડીઝ (West Indies) બંને વચ્ચે આઇસીસી વર્લ્ડકપ બાદ પ્રથમ વનડે મેચ પણ હશે. ભારતીય ટીમ સારા ફોર્મમાં છે. એટલા માટે જીતના દાવેદાર તરીકે ઉતરશે. પરંતુ વેસ્ટઇંડીઝ પોતાના ઘર આંગણે રમી રહી છે. એટલા માટે તેને હળવામાં લેવું ભારે પડી શકે છે. આમ પણ તેમનો હાલનો રેકોર્ડ ભલે સારો ન હોય, પરંતુ ઓવરઓલ રેકોર્ડમાં તે ભારત પર ભારે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત અને વેસ્ટઇંડીઝ 44 વર્ષથી વનડે મેચ રમી રહ્યા છે. બંને ટીમો વચ્ચે આ વર્ષમાં 127 વનડે મુકાબલા થયા છે. તેમાંથી 62 વેસ્ટઇંડીઝે જીત્યા છે. ભારતના નામે 60 મુકાબલા રહ્યા છે. બે મેચ ટાઇ રહી અને ત્રણના પરિણામ આવ્યા નહી. બંને ટીમો અત્યાર સુધી લગભગ બરાબરીનો મુકાબલો રહ્યો છે. વેસ્ટઇંડીઝે આપણા કરતાં બે મેચ વધુ જીતી છે. પરંતુ ભારત જો સીરીઝમાં ક્લીન સ્વીપ કરે, અથવા ત્રણ મેચ જીતે તો તે વેસ્ટઇંડીઝની 62 જીતથી આગળ નીકળી જાય. 

લો બોલો ! પાકિસ્તાને ભારત સાથેના બિઝનેસ રિલેશન તોડીને પગ પર આ રીતે માર્યો કુહાડો


19માંથી 11 સીરીઝ ભારતે જીતી
જો આપણે સીરીઝની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે 44 વર્ષમાં 19 દ્વિપક્ષીય સીરીઝ રમાઇ છે. તેમાંથી ભારતે 11 અને વેસ્ટઇંડીઝે આઠ સીરીઝ જીતી છે. ભારતે વેસ્ટઇંડીઝે પહેલી સીરીઝ 1994-95માં અઝરૂદ્દીનની કેપ્ટનશિપમાં જીતી હતી. આ પહેલાં રમાયેલી પાંચ દ્વિપક્ષીય સીરીઝ વેસ્ટઇંડીઝના નામે રહી હતી.

ઓટો ઈન્ડસ્ટ્રીઝના દિગ્ગજ મળ્યા નાણામંત્રીને, GST ઘટાડવા અને રાહત પેકેજની કરી માગ 


વિંડીઝ છેલ્લી સીરીઝ 13 વર્ષ પહેલાં જીત્યું
જૂનો ઇતિહાસ ભલે વેસ્ટઇંડીઝના નામે હોય, 21મી સદીના રેકોર્ડ ટીમ ઇંડીયાના પક્ષમાં છે. ભારતીય ટીમ વેસ્ટઇંડીઝ સામે વનડે સીરીઝ 13 વર્ષથી હારી નથી. આ 13 વર્ષમાં ભારતે તેને 8 દ્વિપક્ષીય સિરીઝમાં હરાવ્યું છે. વેસ્ટઇંડીઝે ભારત સામે અંતિમ વનડે સીરીઝ 2006માં જીતી હતી. 


5 વર્ષમાં ફક્ત 2 મેચ જીત્યું વિંડીઝ
ભારત અને વિંડીઝ વચ્ચે ગત પાંચ વર્ષમાં 16 મુકાબલા રમવામાં આવ્યા છે. ભારતે તેમાંથી 10 મુકાબલા જીત્યા છે. જ્યારે વિંડીઝ ફક્ત બે મેચ જીતી શક્યો છે. એક મેચ ટાઇ રહી, જ્યારે ત્રણ મેચના પરિણામ આવ્યા નહી. બંને ટીમ વચ્ચે અંતિમ મુકાબલો તાજેતરમાં જ વર્લ્ડકપમાં થયો હતો. ભારતે આ મેચ 125 રનથી જીતી હતી.