ઓટો ઈન્ડસ્ટ્રીઝના દિગ્ગજ મળ્યા નાણામંત્રીને, GST ઘટાડવા અને રાહત પેકેજની કરી માગ
ઓટો ક્ષેત્રમાં છેલ્લા 3 મહિનામાં બે લાખ લોકોએ રોજગાર ગુમાવ્યો છે અને હાલ આ ક્ષેત્ર ભયંકર મંદીમાંથી પસાર થઈ રહ્યું છે
Trending Photos
નવી દિલ્હીઃ ઓટો ઈન્ડસ્ટ્રીના દિગ્ગજોએ બુધવારે નાણામંત્રી નિર્મલા સિતારમણ સાથે મુલાકાત કરી હતી. તેમણે કેન્દ્ર સરકારને પેટ્રોલ-ડીઝલની ગાડીઓ પર જીએસટી ઘટાડવા અને મંદીનો સામનો કરવા માટે રાહત પેકેજ આપવામી માગણી કરી છે. ઓટો ઈન્ડસ્ટ્રી સામે રહેલા પડકારો તરફ તેમણે નાણામંત્રીનું ધ્યાન દોર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઓટો ક્ષેત્રના વેચાણમાં અત્યારે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 મહિનામાં ઓટોમોબાઈલ ક્ષેત્રમાં 2 લાખ લોકોને રોજગાર ગુમાવવો પડ્યો છે.
નાણામંત્રીને મળનારા ઓટો ઈન્ડસ્ટ્રીના દિગ્ગજોમાં મારુતિ સુઝુકીના ચેરમેન આર.સી. ભાર્ગવ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના અધ્યક્ષ (વ્હીકલ સેગમેન્ટ) અને સિયામના અધ્યક્ષ રાજન વાઢેરાની સાથે જ ઓટો એન્સિલરી સેક્ટર અને સંગઠનના એસીએમએ અને ડીલરોના સંગઠન એપડીએના પ્રતિનિધિ સામેલ હતા. તેમણે જણાવ્યું કે, ઓટો ક્ષેત્રમાં માગના સુધારા માટે ફોર વ્હિલ ગાડીઓ પ ર જીએસટી 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવાની જરૂર છે.
ઓટો ઉત્પાદન સંગઠન સિયામના અધ્યક્ષ રાજન વાઢેરાએ આ બેઠક પછી જણાવ્યું કે, "અમે ઓટો ક્ષેત્ર માટે કેટલીક છૂટની માગણી કરી છે. નાણામંત્રીએ આ મુદ્દે વિચાર કરવાનું આશ્વાસન આપ્યું છે. મને આશા છે કે તેઓ ઓટો ક્ષેત્ર માટે ટૂંક સમયમાં જ રાહત પેકેજ જાહેર કરશે."
રાજન વાઢેરાએ જણાવ્યું કે, બેઠક દરમિયાન વાહન ઉદ્યોગે ઓટો ક્ષેત્રની માગમાં થયેલા ઘટાડાના કારણોથી સરકારને માહિતગાર કરી હતી. જેમાં સસ્તા ધિરાણનો અભાવ, ગાડીઓના મેઈન્ટેનન્સમાં વધતો ખર્ચ અને કોમર્શિયલ વાહનોની લોડ ક્ષમતામાં ફેરફારનો સમાવેશ થાય છે.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે