INDvsWI: હૈદરાબાદમાં આજે ભારત વેસ્ટ ઇન્ડિઝ પહેલી ટી20 મેચ, નો બોલ માટે નવો નિયમ
India vs West Indies: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આજે હૈદરાબાદમાં પ્રથમ ટી20 મેચ ખેલાશે. આ મેચમાં નો બોલનો આખરી નિર્ણય ટીવી અમ્પાયર દ્વારા લેવાશે.
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ સામે સીરીઝ જીત્યા બાદ ફરી એકવાર મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. આ વખતે ભારતનો સામનો વેસ્ટ ઇન્ડિઝ સામે થશે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટી20 અને વન ડે સીરીઝ રમાશે. બંને ટીમ વચ્ચે પહેલી મેચ 6 ડિસેમ્બર ને શુક્રવારે રમાશે. આ મેચ હૈદરાબાદ ખાતે રમાશે. ભારત આ વર્ષે ઓગસ્ટ માસમાં વેસ્ટ ઇન્ડિઝને ક્લિન સ્વીપ કરી આવ્યું છે.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) અનુસાર ટ્રાયલ દરમિયાન ત્રીજા અમ્પાયરની નજર બોલરના પગ પર રહેશે કે નો બોલ છે કે નહીં? જો થર્ડ અમ્પાયરને લાગે છે કે આ નો બોલ છે તો તે મેદાનના અમ્પાયરને આની જાણકારી આપશે અને મેદાન પરના અમ્પાયર એને નો બોલ આપશે.
-સીરીઝ ની પહેલી ટી20 મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.
-આ ટી20 મેચ શુક્રવારે 6 ડિસેમ્બરના રોજ સાંજે સાત વાગે શરૂ થશે.
-મેચ સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 3 અને સ્ટાર સ્પોર્ટ્સ 3 એચડી ચેનલ પર લાઇવ જોઇ શકાશે.
-મેચનું ઓનલાઇન પ્રસારણ હોટસ્ટાર પર પણ જોઇ શકાશે.
આમાંથી પસંદ થશે ટીમ
ભારતીય ટી20 ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, સંજૂ સૈમસન, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, ઋષભ પંત, શિવમ દુબે, વાશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચાહર, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર
વેસ્ટ ઇન્ડિઝ ટી20 ટીમ: કીરોન પોલાર્ડ (કેપ્ટન), ફેબિયન એલન, શેલ્ડન કોટ્રેલ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, કીમો પોલ, બ્રેંડન કિંગ, એવિન લુઇસ, ખૈરી પિયરે, નિકોલસ પૂરન, દિનેશ રામદીન, શેરફેન રદરફોર્ડ, લેન્ડર સિમન્સ, કેસરિક વિલિયમ્સ, હેડન વોલ્સ જૂનિયર