નવી દિલ્હી: ભારત અને વેસ્ટઇંડીઝ એંટિગામાં બે મેચોની સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહ્યા છે. મેચ ગુરૂવારે શરૂ થઇ હતી. પહેલા દિવસે ભારતે બેટીંગ કરી હતી. તેને દિવસ પુરો થયો ત્યાં સુધી છ વિકેટના નુકસાન પર 203 રન બનાવ્યા હતા. અજિંક્ય રહાણે (81) ટીમના ટોપ સ્કોરર રહ્યા હતા. આ મેચ શરૂ થયાના લગભગ સવા કલાક બાદ વસીમ જાફરે ટીમ ઇન્ડીયાના ક્રિકેટરોને એક પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું કે કોઇ ખેલાડી એંટિગામાં બનાવવામાં આવેલા તેમના રેકોર્ડની બરાબરી કરીને બતાવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

41 વર્ષના વસીમ જાફરે પોતાના ટેસ્ટ કેરિયરમાં 31 મેચો રમ્યા અને તેમાં 34.10ની સરેરાશ સાથે 1944 રન બનાવ્યા હતા. વસીમ જાફરે પોતાના ટેસ્ટ કેરિયરની સૌથી મોટી ઇનિંગ એંટિગામાં રમાઇ હતી. તેમણે 2006માં એંટિંગના સેંટ જોંસ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં 212 રન બનાવ્યા હતા. વસીમ જાફરનો ઇશારો આ સ્કોર તરફ હતો. 

ભારત-વિંડીઝ સાંજે 7 વાગ્યાથી ટેસ્ટનો પ્રારંભ: અડધા ખેલાડીઓની લાંબા સમય બાદ ઘર વાપસી


વસીમ જાફરે ટ્વિટ કર્યું, ''મેં 2006માં એંટિગામાં 212 રન બનાવ્યા હતા. મને યાદ છે કે મેં તે ઇનિંગમાં એક સિક્સર ફટકારી હતી. આશા છે કે એંટિગામાં રમાયેલી આ ટેસ્ટ મેચમાં કોઇ મારી બરાબરી કરેને બતાવશે.' વસીમ જાફરે પોતાના પ્રશંસકોને એમ પણ કહ્યું કે તે અંદાજો લગાવે કે આ રેકોર્ડ કોણ તોડી શકે છે.' 


INDvsWI: આજે પ્રથમ મેચ સાથે ભારત કરશે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના અભિયાનનો પ્રારંભ


એંટિગાના બે મેદાનોને મિલાવીને વાત કરીએ તો વસીમ જાફરના નામે ભારત તરફથી સૌથી મોટો સ્કોર બનાવવાનો રેકોર્ડ છે. કુલ મળીને બંને જ સ્ટેડિયમમાં ભારત દ્વારા એક-એક બેવડી સદી ફટકારી છે. વસીમ જાફરે સેંટ જોંસમાં 212 અને વિરાટ કોહલીને નોર્થ સાઉંડમાં 200 રન બનાવ્યા છે. 

Ind vs WI: પ્રથમવાર નંબરવાળી જર્સી પહેરીને રમશે ટીમ ઈન્ડિયા, જાણો કોને મળ્યો ક્યો નંબર


વસીમ જાફરે સેંટ જોંસમાં 2006માં રમાયેલી ટેસ્ટ મેચમાં પહેલીવાર ફક્ત એક રન બનાવીને આઉટ થઇ ગયા હતા. ત્યારબાદ તેમણે બીજી ઇનિંગમાં 399 બોલમાં 212 રન બનાવ્યા હતા. વસીમ જાફરે પોતાની ઇનિંગમાં 24 ચોગ્ગા તથા એક સિક્સર ફટકારી હતી.