લંડનઃ દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર ડેલ સ્ટેન ગુરૂવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી વિશ્વકપની પ્રથમ મેચમાંથી બહાર થઈ ગયો છે. દક્ષિણ આફ્રિકાના કોચ ઓટિસ ગિબ્સને કહ્યું કે, આ દિગ્ગજ ફાસ્ટ બોલર ખભાની ઈજામાંથી સંપૂર્ણ ફિટ થયો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગિબ્સનના નિવેદનથી સ્ટેનની મેચમાં રમવાની અટકળો પર વિરામ લાગી ગયો છે અને આ સાથે તે પણ નક્કી થઈ ગયું કે આ 35 વર્ષીય બોલ અત્યાર સુધી સંપૂર્ણ પણે ફિટનેસ મેળવી શક્યો નથી. 


ટેસ્ટ ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાના સૌથી સફળ બોલર સ્ટેનને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમવા દરમિયાન ખભામાં ઈજા થઈ હતી. ગિબ્સને પત્રકાર પરિષદમાં કહ્યું, તે પ્રત્યેક દિવસ તેની નજીક પહોંચી રહ્યો છે (પૂર્ણ ફિટનેસ હાસિલ કરવા). અમને આશા છે કે જો તે રવિવાર (બાંગ્લાદેશ વિરુદ્ધ)ના મેચમાં નહીં તો ભારત વિરુદ્ધ (5 જૂન) મેચ માટે તૈયાર હશે. 



World Cup 2019: વર્લ્ડ કપમાં IPLનું કોકટેલ, 52 ખેલાડીઓ સામેલ 


કોચે ટીમના ટ્રેનિંગ સત્ર બાદ કહ્યું, 'તે અત્યાર સુધી સંપૂર્મ રીતે તૈયાર નથી અને અમારૂ માનવું છે કે છ સપ્તાહની ટૂર્નામેન્ટમાં હજુ ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી.'


World Cup 2019: 11માંથી 9 સ્ટેડિયમ 100 વર્ષ જૂના, 48માંથી 40 મેચ અહીં રમાશે

ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આગામી વિશ્વકપની પ્રથમ મેચ ગુરૂવારે ધ ઓવલમાં રમાશે. દક્ષિણ આફ્રિકાના સૌથી સફળ ફાસ્ટ બોલર સ્ટેને ટેસ્ટ ક્રિકેટમાં 439 વિકેટ હાસિલ કરી છે જ્યારે વનડેમાં તેના નામે 196 વિકેટ નોંધાયેલી છે. ટ્રેનિંગ દરમિયાન સ્ટેને જોગિંગ અને નાના રનઅપ સાથે બોલિંગ કરી હતી. ત્યારબાદ તે મેદાનની બહાર ચાલ્યો ગયો અને ફરી આવીને બેટિંગ કરી હતી.