વર્લ્ડ કપ 2019: આઈપીએલના ધમાકેદાર ખેલાડીઓનો રહેશે જલવો, 52 ખેલાડી વિવિધ ટીમમાં

વિશ્વકપની ટીમમાં જગ્યા મેળવનાર ત્રણ ખેલાડીઓમાંથી એક ખેલાડી આ વખતે આઈપીએલમાં રમ્યો છે. માત્ર પાકિસ્તાનને છોડીને બાકી 9 સભ્ય ટીમનો ઓછામાં ઓછો એક ખેલાડી આઈપીએલ 19માં હતો. 

વર્લ્ડ કપ 2019: આઈપીએલના ધમાકેદાર ખેલાડીઓનો રહેશે જલવો, 52 ખેલાડી વિવિધ ટીમમાં

નવી દિલ્હીઃ ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટ વિશ્વકપ 2019 ગુરૂવારથી શરૂ થઈ રહી છે. આ વિશ્વ કપને જો આઈપીએલ 2019નું રીમિક્સ વર્ઝન કહેવામાં આવે તો ખોટું નહીં હોય. હકીકતમાં, કુલ 150 ખેલાડીઓમાંથી 52 ખેલાડીઓ એવા છે જેણે આ વખતે આઈપીએલમાં ઓછામાં ઓછી એક મેચ જરૂર રમી છે. તેનો મતલબ વિશ્વકપની ટીમનો ભાગ બનેલા દરેક ત્રણ ખેલાડીઓમાંથી એક આ વખતે આઈપીએલમાં રમ્યો છે. પાકિસ્તાનને છોડીને બાકી 9 ટીમોનો ઓછામાં ઓછો એક ખેલાડી આઈપીએલ 2019માં હતો. 

સૌથી આગળ સનરાઇઝર્સ હૈદરાબાદ
વિશ્વકપમાં સૌથી વધુ 9 ખેલાડી સનરાઇઝર્સ હૈદરાબાદનો જોવા મળશે. તેના 9 ખેલાડીઓ વિભિન્ન ટીમોમાં છે. તો દિલ્હી કેપિટલ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સના 5-5 ખેલાડી વિશ્વકપની ટીમોમાં છે. હૈદરાબાદ માત્ર ખેલાડીઓ મોકલી રહ્યું નથી. પરંતુ તેના ખેલાડી સૌથી વધુ (6) ટીમોના સભ્ય હશે. તેમાં અફગાનિસ્તાન, ભારત, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામેલ છે. 

ચેન્નઈ સુપર કિંગ્સઃ એમએસ ધોની, રવીન્દ્ર જાડેજા, કેદાર જાધવ, મિશેલ સેન્ટરન (NZ), ફાફ ડુ પ્લેસિસ, ઇમરાન તાહિર (સાઉથ આફ્રિકા)

દિલ્હી કેપિટલ્સઃ શિખર ધવન, કોલિન મુનરો, ટ્રેન્ટ બોલ્ટ (ન્યૂઝીલેન્ડ), ક્રિસ મોરિસ, કગિસો રબાડા (સાઉથ આફ્રિકા)

મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, ડિ કોક (SA), એવિન લુઇસ (WI), જેસન બેહરેનડોર્ફ (AUS), લસિથ મલિંગા (SL)

કિંગ્સ ઇલેવન પંજાબઃ મુઝીબ ઉર રહમાન (AFG), કેએલ રાહુલ, મોહમ્મદ શમી, ડેવિડ મિલર (SA), ક્રિસ ગેલ, નિકોલસ પૂરન (WI)

કોલકત્તા નાઇટ રાઇડર્સઃ દિનેશ કાર્તિક, કુલદીપ યાદવ, લોકી ફર્ગ્યૂસન (NZ), કાર્લોસ બ્રેથવેટ, આંદ્રે રસેલ (WI)

રાજસ્થાન રોયલ્સઃ જોસ બટલર, બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર (ENG), ઈશ સોઢી (NZ), ઓશાને થોમસ (WI), સ્ટીવ સ્મિથ (AUS)

રોયલ ચેલેન્જર્સ બેંગલોરઃ વિરાટ કોહલી, યુજવેન્દ્ર ચહલ, ટિમ સાઉદી, કોલિન ડી ગ્રાન્ડહોમ (NZ), ડેલ સ્ટેન (SA), શિમરોન હેટમાયર (WI), મોઇન અલી (ENG), માર્કસ સ્ટોઇનિસ (AUS)

સનરાઇઝર્સ હૈદરાબાદઃ ભુવનેશ્વર કુમાર, વિજય શંકર, કેન વિલિયમસન, માર્ટિન ગુપ્ટિલ (NZ), રાશિદ ખાન, મોહમ્મદ નબી (AFG), શાકિબ અલ હસન (BAN), જોની બેયરસ્ટો (ENG), ડેવિડ વોર્નર (AUS) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news