વેલિંગ્ટનઃ ઈજાગ્રસ્ત કેન વિલિયમસને બાંગ્લાદેશ વિરુદ્ધ શનિવારથી ક્રાઇસ્ટચર્ચમાં શરૂ થનારા ત્રીજી ટેસ્ટ મેચમાં બહાર બેસવું પડી શકે છે. હવે આ કીવી ધુરંધરને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં પહોંચવામાં પણ મોડુ થઈ શકે છે. આઈપીએલની મેચ 23 માર્ચથી શરૂ થશે. કેપ્ટન વિલિયમસન વેલિંગ્ટનમાં બીજી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશની પ્રથમ ઈનિંગ દરમિયાન ફીલ્ડિંગ કરતા સમયે ઈજાગ્રસ્ત થયો હતો. ન્યૂઝીલેન્ડે આ મેચ ઈનિંગ અને 12 રનથી પોતાના નામે કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝીલેન્ડના કોચ ગૈરી સ્ટીડે કહ્યું કે, સ્કેનમાં જાણવા મળ્યું છે કે, વિલિયમસનના ખભામાં થોડી ઈજા છે. તેણે કહ્યું, તેને ત્યાં દુખાવો થતો હતો, પરંતુ આ મોટી ઈજા નથી. આશા છે કે, તે ઝડપથી સાજો થઈ જશે અને અમારે નક્કી કરવું પડશે કે ઈજા વધુ ન વધે. તે ક્રાઇસ્ટચર્ચ આવશે ત્યારે અમે નીરિક્ષણ કરીશું કે તે રમશે કે નહીં. 


વિલિયમસને બાંગ્લાદેશની સિરીઝ બાદ ભારત આવીને આઈપીએલની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે જોડાવાનું છે. સ્ટીડે કહ્યું, અમે જેમ આશા વ્યક્ત કરી છે, અને તેમ થાય તો આઈપીએલમાં તેને મુશ્કેલી ન થવી જોઈએ. પરંતુ અમે જાણીએ છીએ કે તે 100 ટકા ફીટ નથી તો અમે તેને થોડા દિવસ રોકી શકીએ છીએ. અમે તે નક્કી કરીશું કે તે ભારત આવતા પહેલા સંપૂર્ણ ફીટ રહે. 



વૈગનરના બાઉન્સરથી બાંગ્લાદેશ પસ્ત, ન્યૂઝીલેન્ડે જીતી સિરીઝ


બીજીતરફ શોર્ટ પિચ બોલનો નિષ્ણાંત નીલ વૈગનરની શાનદાર બોલિંગથી ન્યૂઝીલેન્ડે 2 વરસાદને કારણે બે દિવસ બગડ્યા છતાં બાંગ્લાદેશને બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં મંગળવારે અહીં ઈનિંગ અને 12 રનથી પરાજય આપીને એક મેચ પહેલા જ ત્રણ મેચોની સિરીઝ પોતાના નામે કરી લીધી છે. વરસાદને કારણે પ્રથમ બે દિવસની રમત ધોવાઈ હતી પરંતુ તેમ છતાં પણ મેચ રમતના 5માં અને અંતિમ દિવસ પહેલા સત્રમાં સમાપ્ત થઈ ગયો હતો. 


આ રીતે ન્યૂઝીલેન્ડે 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. તો પ્રથમવાર સતત 5 સિરીઝ જીતવામાં પણ સફળ રહ્યું છે. ન્યૂઝીલેન્ડે પ્રથમ ટેસ્ટ મેચ ઈનિંગ અને 52 રનથી પોતાના નામે કરી હતી. વૈગનર (45 રન આપીને 5 વિકેટ)ના બાઉન્સરનો બાંગ્લાદેશના બેટ્સમેન પાસે કોઈ જવાબ ન હતો અને તેની આખી ટીમ 209 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.