B`day Special: જાણો દિગ્ગજ ઓલરાઉન્ડર કાલિસની રોમાંચક વાતો
વર્ષ 1997-98. સાઉથ આફ્રિકાનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ. મેલબોર્નનું મેદાન, સાઉથ આફ્રિકાની ટીમ સંકટમાં હતી. તેવામાં એક ખેલાડી 101 રનની ઈનિંગ રમે છે અને મહેમાન ટીમને હારથી બચાવે છે.
નવી દિલ્હીઃ વર્ષ 1997-98. સાઉથ આફ્રિકાનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ. મેલબોર્નનું મેદાન, સાઉથ આફ્રિકાની ટીમ સંકટમાં હતી. તેવામાં એક ખેલાડી 101 રનની ઈનિંગ રમે છે અને મહેમાન ટીમને હારથી બચાવે છે. આ ઈનિંગની સાથે ઉદય થાય છે વિશ્વના સર્વકાલિન મહાન ઓલરાઉન્ડરોમાથી એક જેક કાલિસનો. આજે આ મહાન આફ્રિકી ઓલરાઉન્ડનો 44મો જન્મદિવસ છે.
કરિયરની શરૂઆત રહી મુશ્કેલ
કાલિસના કરિયરમાં ઘણી સિદ્ધીઓ રહી પરંતુ તેની શરૂઆત એટલી સારી નહતી. તેણે પોતાની જગ્યા બનાવવા માટે ઘણા પડકારનો સામનો કરવો પડ્યો હતો. 2003-04મા તેણે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સિરીઝમાં એકવાર ફરી સાબિત કર્યું કે કેમ તેની તુલના સર ગારફીલ્ડ સોબર્સ સાથે કરવામાં આવે છે. ચાર મેચોની સિરીઝમાં તેણે સૌથઈ વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. વનડે અને ટેસ્ટ સિરીઝમાં તેણે કુલ 6 સદી ફટકારી હતી.
2007 વિશ્વ કપમાં સૌથી વધુ રન
કેટલાક લોકોનું કહેવું છે કે તેની પાસે ઇમરાન ખાન અને ઇયાન બોથમ જેવા પ્લેયર નહતા, પરંતુ તેમ છતાં કાલિસ ગમે તે ટીમનો સભ્ય બની શકતો હતો. 2005મા કાલિસની પ્રતિભાને સન્માન મળ્યું. ઓક્ટોબરમાં તેને આઈસીસી પ્લેયર ઓફ ધ યરનું ટાઇટલ મળ્યું. 2007ના ક્રિકેટ વિશ્વકપમાં તે આફ્રિકા તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો.
વનડે-ટેસ્ટમાં 10 હજારથી વધુ રન
આ વર્ષે આફ્રિકામાં રમાયેલા પ્રથમ વર્લ્ડ ટી20 માટે તેને યજમાન ટીમમાં સામેલ ન કરવામાં આવ્યો. પરંતુ 2008મા એકવાર ફરી આફ્રિકા ટીમનો સભ્ય બન્યો અને પ્રથમ વનડે અને પછી ટેસ્ટમાં 10 હજાર આંતરરાષ્ટ્રીય રનનો આંકડો પાર કર્યો હતો. કાલિસે આ બંન્ને મુકામ ઓસ્ટ્રેલિયા સામે હાસિલ કર્યાં હતા. 2010-2011ની સિઝન કાલિસ માટે વધુ સારી રહી હતી. તેણે 9 ટેસ્ટ ઈનિંગમાં 821 રન બનાવ્યા જેમાં એક અડધી સદી અને પાંચ સદી સામેલ હતી. આ વચ્ચે તેણે પોતાની પ્રથમ બેવડી સદી પણ ફટકારી હતી.
સચિને ગાંગુલીને પોતાના અંદાજમાં આપી શુભેચ્છા, દાદા નહીં, કર્યું આ સંબોધન
આ મામલામાં ત્રીજા નંબર પર છે કાલિસ
ટેસ્ટ ક્રિકેટમાં આ દરમિયાન તેની બેટિંગ એવરેજ 57.4ની રહી હતી. 2013મા ભારત વિરુદ્ધ બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં વિજયી સદી ફટકાર્યા બાદ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોના લિસ્ટમાં કાલિસ (13289) સચિન તેંડુલકર (15921) અને રિકી પોન્ટિંગ (13378) બાદ ત્રીજા નંબર પર છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 292 વિકેટ પણ ઝડપી હતી.