નવી દિલ્હી : આઇસીસી વિશ્વ કપ 2019 (ICC World Cup 2019) ફાઇનલમાં ઇંગ્લેન્ડની જીત પછી પણ ઓવર થ્રોનો વિવાદ હજી ઉકળી રહ્યો છે. વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડને 3 બોલમાં 9 રનની જરૂર હતી ત્યારે ઓવરના ચોથા બોલમાં વિવાદીત ઓવર થ્રોના કારણે ઇંગ્લેન્ડને 6 રન મળ્યા હતા. આ પછી પણ બેન સ્ટોક્સ (Ben Stokes) બે બોલમાં ત્રણ રન નહોતો બનાવી શક્યો અને મેચ ટાઈ થઈ ગઈ હતી. હવે ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને દાવો કર્યો છે કે સ્ટોક્સ એમ્પાયર્સને ઓવર થ્રોના ચાર રન આપવાના નિર્ણયને બદલવાનું કહ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિવાદીત થ્રો પછી સ્ટોક્સે ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સની માફી પણ માગી હતી. બેન સ્ટોક્સની આ સ્પોર્ટસમેન સ્પિરિટ આખી દુનિયામાં ચર્ચાનો મુદ્દો બની હતી. એન્ડરસને બીબીસીના એક કાર્યક્રમમાં ચર્ચા કરતા કહ્યું હતું કે જો સ્ટમ્પ તરફ ફેંકાયેલો બોલ ખેલાડીને વાગીને  બાઉન્ડ્રી તરફ ચાલ્યો જાય તો નિયમ પ્રમાણે ચાર રન બને છે. આમાં બેટ્સમેન કંઈ નથી કરી શકતો. સ્ટોક્સે અમ્પાયર પાસે જઈને કહ્યું હતું કે તેઓ ચાર રન પરત ખેંચી શકી છે. જોકે આ નિયમ પ્રમાણે જ હોવાથી સ્ટોક્સ આ મામલે કંઈ કરી શકે એમ નહોતો. 


આઈસીસી વર્લ્ડકપ 2019ના ફાઈનલ મેચમાં ઇંગ્લેન્ડે નિયમ અનુસાર ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું.  આ મેચને લઈને અનેક વિવાદ ચાલી રહ્યા છે. ઇંગ્લેન્ડની અંતિમ ઓવરમાં બેન સ્ટોક્સ બે રમ લેવા માટે દોડ્યો અને બોલ ઓવર થ્રોમાં ચોગ્ગો ગયો હતો. એવામાં અમ્પાયરે ઇંગ્લેન્ડને કુલ છ રન આપવાનો નિર્ણય કર્યો હતો. અંતે મેચ ટાઈ થઈ હતી. આઈસીસીના આ નિયમો પર ક્રિકેટરોથી લઈને ફેન્સ પણ ગુસ્સો કાઢી રહ્યા છે. વિજેતાનો નિર્ણય બાઉન્ડ્રીને આધારે લેવામાં આવ્યા બાદ બીજા દેશના ચાહકો પણ નારાજ છે.


ક્રિકેટના સમાચાર જાણવા માટે કરો ક્લિક...