ઇસ્લામાબાદઃ પાકિસ્તાન સાથે ત્રણ મેચોની ટી20 સિરીઝ રમવા માટે વેસ્ટઈન્ડિઝની મહિલા ક્રિકેટ ટીમ બુધવારે કરાચી પહોંચી ગઈ છે. છેલ્લા 15 વર્ષમાં પ્રથમવાર છે કે, જ્યારે કોઈ ગેર-એશિયન મહિલા ક્રિકેટ ટીમે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો છે. બંન્ને ટીમો વચ્ચે પ્રથમ મેચ ગુરૂવારે, બીજો એક ફેબ્રુઆરીએ અને ત્રીજી મેચ ત્રણ ફેબ્રુઆરીએ રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેસ્ટઈન્ડિઝનો આ પ્રવાસ પાકિસ્તાનમાં ફરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્થાપિત કરવાની દિશામાં એક પગલું માનવામાં આવી રહ્યું છે. કરાચી પહોંચવા પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના અધિકારીઓ દ્વારા વેસ્ટઈન્ડિઝ મહિલા ટીમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આશરે 500 પોલીસકર્મિઓ અને વીવીઆઈપી સુરક્ષા પ્રોટોકોલ હેઠળ ટીમને એરપોર્ટથી હોટલ લાવવામાં આવી હતી. પીસીબીએ ટીમની સુરક્ષા માટે બુલેટ પ્રુફ બસો ઉપલબ્ધ કરાવી છે. 


મહત્વનું છે કે, પાકિસ્તાનમાં સુરક્ષિત માહોલ ન હોવાને કારણે આંતરરાષ્ટ્રીય મેચ યોજાઈ રહી નથી. પાકિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓને કારણે ખેલાડીઓ પણ ત્યાં રમવા ઈચ્છતા નથી. તેવામાં પાકિસ્તાન માટે સારી તક છે જ્યારે સારી સુવિધાઓ આપીને તે બીજી ટીમોને અહીં રમવા માટે પ્રોત્સાહિત કરી શકે છે.