નવી દિલ્હી: દિલ્હીમાં ચાલતા ISSF શુટિંગ વર્લ્ડ કપના ચોથા દિવસે ભારતે 10 મીટર એર રાઈફલ મિક્સ્ડ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. દિવ્યાંશ સિંહ અને ઈલાવેનિલ વલારિયાનની જોડીએ ફાઈનલમાં હંગેરીની ટીમને 16-10થી હરાવી. આ દિવ્યાંશનો આ ટુર્નામેન્ટમાં બીજો મેડલ છે. આ અગાઉ તેણે 10મી એર રાઈફલ મેન્સ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો. ભારતે અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં 4 ગોલ્ડ, 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ એમ કુલ 10 મેડલ જીત્યા છે. ટીમ ઈન્ડિયા ટુર્નામેન્ટમાં હાલ ટોપ પર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અગાઉ રવિવારે ભારતે 10 મીટર એર પિસ્તોલ મેન્સ અને વુમન્સ બંને ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ભારત  તરફથી યશસ્વિની દેસવાલે આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ 2 ગોલ્ડ મેડલ જીત્યા છે. તેણે 10મી એર પિસ્તોલ ટીમ ઈવેન્ટ અને વુમન્સ સિંગલ્સ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube