આઇપીએલમાં દિલ્હીએ હારને આપ્યો પરાજય : કોલકાતાને રગદોળ્યું
દિલ્હીએ મોટો ફેરફાર કરતા ગૌતમ ગંભીરને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખ્યો હતો
નવી દિલ્હી : દિલ્હી ડેયર ડેવિલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને આઇપીએલની સીઝન 11ની 26મી મેચમાં 55 રનથી હરાવીને મોટી જીત નોંધાવી છે. આ હાલની ટુર્નામેન્ટની ડેયર ડેવિલ્સની બીજી જીત છે. અગાઉ તે એકમાત્ર જીત મુંબઇ સામે કરી હતી. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા આવેલ દિલ્હીની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 219 રન બનાવ્યા હતા અને કોલકાતા નાઇટ રાઇડર્સને જીતવા માટે 220 રનનો ટાર્ગેટ આવ્યો હતો.
કલકતા નાઇટ રાઇડર્સની ટીમે 20 ઓવરમાં 164 રન જ બનાવી શકી હતી. આ મેચ 55 રનથી હારી ગઇ હતી. નવા કેપ્ટન શ્રેયસ અય્યરે અણનમ 93 રન ફટકાર્યા બાદ બોલર્સ દ્વારા પણ ઉમદા પ્રદર્શન કર્યું હતું. જેનાં પગલે દિલ્હીએ કોટલા મેદાન પર કોલકાતાને પરાજય આપ્યો હતો. કોલકાતા માટે આંદ્રે રસેલે 30 બોલમાં ત્ર મચોક્કા અને ચાર છગ્ગા સાથે 44 રન બનાવ્યા હતા. રસેલ અને શુભમાન ગિલ વચ્ચે છઠ્ઠી વિકેટનાં માટે 64 રનની ભાગી દારી થઇ હતી.
દિલ્હી સાત મેચમાં આ બીજી મેચ જીત્યું હતું. જ્યારે કોલકાતા સાત મેચોમાં ચોથી હારનો સામનો કર્યો હતો. દિલ્હી માટે ટ્રેંટ બોલ્ટ, અમિત મિશ્રા, અવેશ ખાન અને ગ્લેન મેક્સવેલે બે બે વિકેટ ઝડપી હતી. નોંધનીય છે કે કોલકાતા એક મજબુત ટીમ તરીકે ઉભરી રહી હતી. તો બીજી તરફ દિલ્હી છેલ્લા ઘણા સમયથી ખરાબ પ્રદર્શન કરી રહી હતી.