મુંબઈઃ કોલકત્તાની ટીમ રવિવારે મુંબઈ સામે હાર્યાની સાથે આઈપીએલ-12ની સિઝનમાંથી બહાર થઈ ગઈ છે. શરૂઆતી પાંચ મેચો બાદ પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેનારી ટીમ કોલકત્તા અંતિમ મેચ બાદ પાંચમાં સ્થાને રહી હતી. ટીમના સહાયક કોચ સાઇમન કેટિચે બાદમાં સ્વીકાર્યું કે, ખરાબ પ્રદર્શનને કારણે નાઇટરાઇડર્સના કેમ્પમાં ખેલાડીઓ વચ્ચે તણાવ ઉભો થયો હતો. કેકેઆરની ટીમ આઈપીએલ-12માં છ મેચ જીતીને 12 પોઈન્ટ સાથે પાંચમાં સ્થાન પર રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોલકત્તા નાઇટ રાઇડર્સના સહાયક કોચ સાઇમન કેટિચે કહ્યું, 'અમારી ટીમ ટૂર્નામેન્ટમાં સારી શરૂઆત બાદ સતત છ મેચ હારી ગઈ હતી.' તેથી ટીમમાં તણાવ આવી ગયો હતો. હું તે સત્યને છુપાવી ન શકું કે કેમ્પ દબાણમાં હતો. છેલ્લા કેટલાક મેચ અમે સતત હારી રહ્યાં હતા અને તેને લઈને બધા ટેન્શનમાં હતા. કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી સૌથી વધુ 510 રન વેસ્ટઈન્ડિઝના આંદ્રે રસેલે બનાવ્યા છે. 


ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર સાઇમન કેટિચે કહ્યું, 'અમારે આ સમસ્યાનું સમાધાન એક સાથે બેસીને કાઢવું પડશે.' અમારા માટે એકતા ખુબ મહત્વની છે અને નાઇટરાઇડર્સ ટીમ હંમેશા તેના માટે જાણીતી છે. અમે ઘણા લાંબા સમયથી આ ગુણ શીખ્યો છે અને અમને તેના પર ગર્વ છે. કોલકત્તા નાઇટરાઇડર્સના કોચ દક્ષિણ આફ્રિકાના જેક કાલિસ અને કેપ્ટન દિનેશ કાર્તિક છે. 


 


આઈપીએલ 2019માં 700 છગ્ગા પૂરા, કઈ ટીમ અને ક્યો ખેલાડી આગળ? જુઓ


કોલકત્તાની ટીમ આઈપીએલ-12માં 12 પોઈન્ટ સાથે પાંચમાં સ્થાને રહી હતી. મુંબઈ, ચે્ન્નઈ અને દિલ્હીએ 18-18 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પ્રવેશ કર્યો. કોલકત્તા, હૈદરાબાદ અને પંજાબ 12-12 પોઈન્ટની સાથે સંયુક્ત ચોથા સ્થાને રહ્યાં. આ ત્રણેય ટીમોમાં હૈદરાબાદની નેટ રનરેટ સૌથી સારી રહી અને આ આધાર પર તેણે પ્લેઓફમાં પ્રવેશ કર્યો છે. રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર 11 પોઈન્ટની સાથે રનરેટના આધાર પર ક્રમશઃ સાતમાં અને આઠમાં ક્રમે રહ્યાં છે.