મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં ત્રણ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયનસે ઈજાગ્રસ્ત ફાસ્ટ બોલર પેટ કમિન્સના સ્થાને ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર એડમ મિલનેનો પોતાની ટીમમાં સમાવેશ કર્યો છે. આઈપીએલની પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું કે, મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2018 માટે ઈજાગ્રસ્ત કમિન્સના સ્થાને મિલને સાથે કરાર કરી લીધો છે. મિલને ન્યૂઝીલેન્ડ માટે 40 વનડે અને 19 ટી20 મેચ રમ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રેસ રિલીઝ અનુલાર, મિલને આ પહેલા બેંગલુરૂ માટે રમી ચૂક્યો છે. તે મુંબઈ ઈન્ડિયન્સ માટે 20 નંબરની જર્સી પહેરશે. મુંબઈની ટીમ 11મી સીઝનમાં સતત ત્રણ મેચ હારી ચૂકી છે. આ સિવાય તેનો મુકાબલો મંગળવારે બેંગલુરૂ સામે થશે. 


મુંબઈની ટીમ બેંગલુરૂ સામે પ્રથમ વિજય મેળવીને પોઇન્ટ ટેબલમાં ખાતુ ખોલાવવા માટે મેદાને ઉતરશે. બંન્ને ટીમોમાં આક્રમક બેટ્સમેનોની ભરમાર છે. પરંતુ બંન્નેની શરૂઆત ખરાબ રહી છે. 


મુંબઈએ પોતાની ત્રણેય મેચ અંતિમ ઓવરોમાં ગુમાવી છે જ્યારે આરસીબીએ ત્રણમાંથી એક મેચમાં વિજય મેળવ્યો છે. વાનખેડેમાં રમાયેલી બંન્ને મેચમાં મુંબઈને જીતવાનો ચાન્સ હતો પરંતુ અંતિમ ઓવરમાં મુંબઈનો પરાજય થયો હતો. 


બેંગલુરૂ પણ ટીમ કોમ્બિનેશનથી પરેશાન
બેંગલુરૂએ પોતાના ઘરે કોલકત્તા સામે હારીને શરૂઆત કરી હતી અને ત્યારબાદ પંજાબ સામે વિજય મેળવ્યો પરંતુ રાજસ્થાન સામે ફરી પરાજય મળ્યો હતો. પંજાબ સામે એક ઓવરમાં ત્રણ વિકેટ ઝડપનાર ઉમેશ યાદવ રાજસ્થાન સામેની મેચમાં મોંઘો સાબિત થયો હતો. રાજસ્થાને સંજુ સૈમસનના 92 રનની મદદથી 217 રન બનાવ્યા હતા. બેંગલુરૂએ પોતાની બોલિંગ સુધારવાની જરૂર છે. 


રાજસ્થાન સામે ચહલ સિવાય બેંગલુરૂના તમામ બોલર નિષ્ફળ રહ્યા હતા. બેટિંગમાં બેંગલુરૂ પાસે મેક્કુલમ, ડીકોક, વિરાટ અને એબીડી જેવા બેટ્સમેનો છે. પરંતુ તેઓ હજુ સુધી તેની કમાલ બતાવી શક્યા નથી.