નવી દિલ્હીઃ આઠ મેચમાંથી 6 મેચો હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થવા પર પહોંચેલી દિલ્હી માટે રાજસ્થાન વિરુદ્ધ આઈપીએલમાં આજે (2 મે)નો મેચ અને ત્યારબાદ દરેક મેચ કરો યા મરોની જેમ હશે. ગૌતમ ગંભીરે આગેવાની છોડ્યા બાદ શ્રેયસ અય્યરને દિલ્હીની કમાન સોંપવામાં આવી અને જેણે 40 બોલમાં અણનમ  93 રન બનાવી પંજાબ સામે ટીમને 55 રને વિજય અપાવ્યો હતો. ચેન્નઈએ તેને 13 રને હરાવીને વાપસીની આશા પર પાણી ફેરવી દીધું હતું. હવે અય્યરે દરેક મેચ જીતવા માટે ટીમને પ્રેરિત કરવી પડશે જેથી ટૂર્નામેન્ટમાં ટકી રહે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અય્યરે અત્યાર સુધી 306 અને પંતે 257 ર બનાવ્યા છે. બોલ્ટ 11 વિકેટ ઝડપી ચૂક્યો છે પરંતુ બાકીના ખેલાડીઓ સારૂ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યાં છે. 


શંકરે કહ્યું, એક ટીમ તરીકે અમે સારૂ પ્રદર્શન કરી રહ્યાં છીએ પરંતુ નાની-નાની ભૂલ ભારે પડી રહી છે. અમે ચેન્નઈ વિરુદ્ધ વિશાળ લક્ષ્ય હાસિલ કરવાની નજીત પહોંચ્યા હતા. 


બીજીતરફ રાજસ્થાન સાત મેચોમાં 6 અંક સાથે પાંચમાં સ્થાને છે. અંજિક્ય રહાણેની ટીમ સતત સારૂ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી છે. એક મેચ જીત્યા બાદ બીજો મેચ ગુમાવ્યો છે અને પ્લેઓફમાં પહોંચવા માટે તેને પોતાનું પ્રદર્શન સુધારવું પડશે. 


હૈદરાબાદ વિરુદ્ધ 152 રનનો લક્ષ્ય હાસિલ ન કરી શકી અને 11 રને પરાજય થયો. આ મેચમાં રહાણેએ 65 અને સંજૂ સૈમસને 40 રન બનાવ્યા, પરંતુ બાકીના બેટ્સમેનો નિષ્ફળ રહ્યાં હતા. 


બેન સ્ટોક્સ અને જોસ બટલરના ખરાબ પ્રદર્શનનું પરિણામ પણ રાજસ્થાન રોયલ્સને ભોગવવું પડ્યું છે. બોલિંગમાં એકમાત્ર જોફ્રા આર્ચર પ્રભાવિત કરી રહ્યો છે.