મુંબઇ : ડ્વેન બ્રાવોના 30 બોલમાં 68 રનની મદદથી ચેન્નાઇ સુપર કિંગ્સે આઇપીએલ 2018ની પ્રારંભની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને પરાજય આપ્યો.  પ્રથમ દાવ લેતાં મુંબઇ ઇન્ડિયન્સે 165 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નાઇને જીત માટે 166 કરવાના હતા. જોકે મુંબઇ ઇન્ડિયન્સની ધારદાર બોલિંગ સામે ચેન્નાઇના બેટ્સમેનો ચિત્ત થઇ ગયા હતા. જોકે બ્રાવોએ બાજી સંભાળી લેતાં છેલ્લે બાજી પલટાઇ હતી અને જીતની ખુશી મુંબઇને બદલે ચેન્નાઇની છાવણીમાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટવાસીઓને મફતમાં જોવા મળી મેચ...


મુંબઇ તરફથી રમતાં ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાના 22 બોલમાં 41 રનની મદદથી મુંબઇ ઇન્ડિયન્સે ચાર વિકેટ પર 165 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઇએ 15મી ઓવરમાં સાત વિકેટે 105 રન બનાવ્યા હતા. એ સમયે મેચ મુંબઇ તરફી બની હતી. જોકે બાદમાં બ્રાવો મેદાનમાં આવતાં જ જાણે બાજી બદલાઇ ગઇ હતી.


બ્રાવોએ માત્ર 30 બોલમાં ત્રણ ચોગ્ગા અને સાત સિક્સની મદદથી 68 રન બનાવ્યા હતા. છેલ્લે સાત રન જીત માટે બાકી હતા ને બ્રાવો આઉટ થયો હતો. જોકે ઇજાગ્રસ્ત થયેલા કેદાર જાધવે પોતાનું કૌવત બતાવતાં છેલ્લી ઓવરમાં એક સિક્સ અને બાઉન્ડ્રી ફટકારી ચેન્નાઇને જીત અપાવી હતી.


સ્પોર્ટ્સના અન્ય ન્યૂઝ માટે ક્લિક કરો