બેંગલુરૂઃ પ્લેઓફમાં પહોંચવા માટે લડી રહેલી બેંગલુરૂ આજે (17 મે) આઈપીએલના મહત્વપૂર્ણ મેચમાં હૈદરાબાદ સામે મેદાનમાં ઉતરશે તો તેનો ઈરાદો કોઈપણ ભોગે વિજય પ્રાપ્ત કરવાનો હશે. દિલ્હી અને પંજાબ પર સતત મળેલી જીતથી બેંગલુરૂની પ્લેઓફની આશા જીવિત થઈ ગઈ છે. બીજી તરફ 12માંથી 9 મેચ જીતનાર હૈદરાબાદ પહેલા જ પ્લેઓફમાં પહોંચી ગઈ છે. બેંગલુરૂ 8 ટીમોમાં સાતમાં સ્થાને છે. જ્યારે હૈદરાબાદ પ્રથમ સ્થાને છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટ કોહલીની કેપ્ટનશિપવાળી બેંગલુરૂ માટે આ સત્ર કઠિન રહ્યું જેણે 12માંથી 7 મેચ ગુમાવ્યા પરંતુ છેલ્લે બે મેચમાં મળેલા વિજયે તેની આશા ફરી જગાવી છે. 


બેંગલુરૂની ટીમ કેપ્ટન કોહલી અને એબી ડિવિલિયર્સ પર વધુ નિર્ભર છે. વિરાટ 12 મેચોમાં 514 રન બનાવી ચૂક્યો છે જ્યારે ડિવિલિયર્સે 10 મેચોમાં 358 રન બનાવ્યા છે. બોલિંગમાં ઉમેશ યાદવ 17 વિકેટ ઝડપી ચૂક્યો છે. 


હૈદરાબાદ માટે ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને 369 અને કેન વિલિયમસને 544 રન બનાવ્યા છે. કેન બેટિંગ અને કેપ્ટન તરીકે સફળ રહ્યો છે. આ સિવાય યૂસુફ પઠાણ, મનીષ પાંડે અને શાકિબે ટીમની જીતમાં સમય-સમય પર ઉગયોગી યોગદાન આપ્યું છે. 


હૈદરાબાદની તાકાત તેની બોલિંગ રહી છે. તેના તમામ બોલરોએ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. પરંતુ દિલ્હી અને ચેન્નઈ સામેની મેચમાં હૈદરાબાદની બોલિંગ ફ્લોપ રહી હતી. 


બેટિંગમાં ધવન અને કેન સિવાય અન્ય બેટ્સમેનો મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યાં છે. યૂસુફ પઠાણ, શાકિહ અને મનીષ પાંડે સતત પ્રદર્શન આપી શક્યા નથી. ટીમ પોતાની બોલિંગના દમ પર સતત જીત મેળવી રહી છે. રાશિદ, ભુવનેશ્વર, સંદીપ, શાકિબ અને કૌલ જેવા બોલરોની મદદથી ટીમે નાના લક્ષ્ટને બચાવવામાં પણ સફળ રહી છે.