નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2019થી પહેલા ખેલાડીઓની હરાજી આજે (18 ડિસેમ્બર) જયપુરમાં થશે. આ હરાજી એક દિવસ ચાલશે. આ પહેલા આઈપીએલની બરાજી બે દિવસ ચાલતી હતી. તેના આયોજન સ્થળમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ વખતે આઈપીએલની હરાજી બેંગલુરૂની જગ્યાએ જયપુરમાં થશે. આ વખતે 346 ખેલાડીઓને આઈપીએલની હરાજીમાં બોલી માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમાં ભારતીય ખેલાડીઓની સંખ્યા 226 છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈપીએલ 2019ની હરાજી બપોરે શરૂ થશે. આ સાથે સેલેરી કેપને 80 કરોડથી વધીને 82 કરોડ કરવામાં આવી છે. હરાજી માટે આ વખતે 1003 ખેલાડીઓએ પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ લીગની આઠ ટીમોએ છટણી કર્યા બાદ 346 ખેલાડીઓની યાદી આઈપીએલ કાર્યકારી પરિષદને સોંપી દીધી છે. આ 346 ખેલાડીઓમાં નવ એવા ખેલાડીઓ છે, તેની બેઝ પ્રાઇઝ બે કરોડ રૂપિયા છે. તેમાં બ્રેન્ડન મેક્કુલમ, ક્રિસ વોક્સ, લસિથ મલિંગા, શોન માર્શ, કોલિન ઇન્ગ્રામ, કોરી એન્ડરસન, એન્જેલો મેથ્યુઝ અને ડી આર્સી શોર્ટ છે. 


આ વખતે દેખાશે નવા હરાજીકર્તાનો ચહેરો
ઓક્શનર રિચર્ડ મૈડલેની જગ્યાએ નવા હરાજીકર્તા હ્રયૂજ એડમેડ્સ હશે. 346 ક્રિકેટરોને ત્રણ ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે- બેટ્સમેન, બોલર અને ઓલરાઉન્ડર. હરાજી પહેલા સીટોએ રિટેન કરાયેલા અને રિલીઝ કરાયેલી ખેલાડીઓની યાદી આપવી પડશે. કેટલિક ટીમે ઘણા ખેલાડીઓને રિલીઝ કર્યા છે, પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સે માત્ર ત્રણ ખેલાડીઓને રિલીઝ કર્યા છે. 



IPL 2019 Auction: દરેક સિઝનના સૌથી મોંઘા ખેલાડીઓ વિશે જાણો


ક્યારે-ક્યાં-કઈ રીતે જોશો આઈપીએલ-2019 હરાજી
- ઈન્ડિયન પ્રીમિયર લીગ 2019ની હરાજી મંગળવારે એટલે કે 18 ડિસેમ્બર 2018ના થશે.
- આ હરાજી જયપુરમાં થશે. 
- આ હરાજી ભારતીય સમયાનુસાર બપોરે 2.30 કલાકે શરૂ થશે. 
- આઈપીએલ 2019ની હરાજી સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક બ્રોડકાસ્ટ કરશે. તેનું કવરેજ સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ એચડી, સ્ટાર સ્પોર્ટ્સ હિન્દી, સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી હિન્દી, સ્ટાર સ્પોર્ટ્સ ફર્સ્ટ, સ્ટાર સ્પોર્ટ્સ 1 તમિલ, સ્ટાર સ્પોર્ટ્સ તેલુગુ, સ્ટાર સ્પોર્ટ્સ સિલેક્ટ 1 અને સ્ટાર સ્પોર્ટ્સ સિલેક્ટ 1 એચડી પર થશે. 
- આઈપીએલ 2019ની હરાજી ઓનલાઇન હોટસ્ટાર પર જોઈ શકાશે. 



IPL Auction 2019: ચોંકાવનારી છે આ પાંચ ખેલાડીઓની બેઝ પ્રાઇઝ