IPL 2019: ઈજાગ્રસ્ત જોસેફના સ્થાને હેન્ડરિક્સ મુંબઈ ટીમમાં સામેલ
હેન્ડરિક્સ આ પહેલા કિંગ્સ ઈલેવન પંજાબ માટે આઈપીએલમાં રમી ચુક્યો છે. તેણે સાઉધ આફ્રિકા માટે 2 વનડે અને 10 ટી20 મેચ રમી છે.
મુંબઈઃ સાઉથ આફ્રિકાના ડાબા હાથના ફાસ્ટ બોલર બૂરાન હેન્ડરિક્સને ઈજાગ્રસ્ત અલજારી જોસેફની જગ્યાએ આઈપીએલની બાકીની મેચો માટે મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જોસેફને એડમ મિલ્નેના વિકલ્પ તરીકે ટીમમાં જગ્યા આપવામાં આવી હતી, જેણે 12 રન આપીને છ વિકેટ ઝડપતા આઈપીએલ રેકોર્ડ બનાવી દીધો હતો.
હેન્ડરિક્સ પણ વિકલ્સ તરીકે આવ્યો છે જે પહેલા કિંગ્સ ઈલેવન પંજાબ માટે આઈપીએલમાં રમી ચુક્યો છે. તેણે દક્ષિણ આફ્રિકા માટે 2 વનડે અને 10 ટી20 મેચ રમી છે. મુંબઈએ હવે 26 એપ્રિલે ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રમવાનું છે.
સચિનના ફેન સુધીર, આરબીસીના ફેન સુગુમારને મળશે ગ્લોબલ સ્પોર્ટ્સ ફેન્સ એવોર્ડ
3 વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ હાલમાં 12 પોઈન્ટની સાથે ત્રીજા સ્થાન પર છે. તેની ઉપર પોઈન્ટ ટેબલમાં દિલ્હી કેપિટલ્સ (14) અને ચેન્નઈ સુપર કિંગ્સ (14) છે.