સચિનના ફેન સુધીર, આરબીસીના ફેન સુગુમારને મળશે ગ્લોબલ સ્પોર્ટ્સ ફેન્સ એવોર્ડ

મુંબઈમાં આ જાહેરાત કરવામાં આવી ત્યારબાદ સુધીર અને સુગુમારે મળીને સચિનનો જન્મદિવસ ઉજવતા કેક કાપી. સુધીરને સચિનનો સૌથી મોટો ફેન માનવામાં આવે છે અને સુગુમાર આરબીસીનો સૌથી મોટો ફેન છે. 
 

 સચિનના ફેન સુધીર, આરબીસીના ફેન સુગુમારને મળશે ગ્લોબલ સ્પોર્ટ્સ ફેન્સ એવોર્ડ

મુંબઈઃ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના સૌથી મોટા ચાહક સુધીર કુમાર ગૌતમની સાથે વિરાટ કોહલી અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ના સુપર ફેન સુગુમાર કુમારને ગ્લોબલ સ્પોર્ટ્સ ફેન્સ એવોર્ડ આપવામાં આવશે. મુંબઈમાં મંગળવારે આ જાહેરાત કરવામાં આવી જ્યારબાદ સુધીર અને સુગુમારે મળીને સચિનના જન્મદિવસ ઉજવતા કેક કાપી હતી. 

સુધીરને હાલમાં આ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. સુધીરે આ પુરસ્કારને પોતાના 'ભગવાન' સચિનને સમર્પિત કર્યો છે. બીજી તરફ સુગુમાર બેંગલોર ક્રિકેટ ફ્રેન્ચાઇઝીના સુપર ફેન છે, જેણે 2008થી લઈને અત્યાર સુધી એક પણ મેચ મિસ કરી નથી. 

સુગુમાર 2014માં દુબઈમાં રમાયેલી 4 મેચને પણ જોવા પહોંચ્યા અને હંમેશા પોતાની ટીમને સમર્થન આપવા માટે ખુદને લાલ કલરથી પેન્ટ કરે છે. સચિનના 46માં જન્મદિવસ પર સુધીરે વિશ્વનું સૌથી મોટું ડિજિટલ અભિયાન (જબરા ક્રિકેટ ફેન) પણ લોન્ચ કર્યું જેમાં વિશ્વભરના પ્રશંસક સચિન સાથે જોડાયેલી તેની યાદોને એક વીડિયોના માધ્યમથી શેર કરશે. 

આ અભિયાન 2019નો ક્રિકેટ વિશ્વ કપ પૂરો થયા સુધી સક્રિય રહેશે અને ટોપ વીડિયો પોસ્ટને એક પુસ્તકમાં છાપીને સચિનને સમર્પિત કરવામાં આવશે. સુગુમારે કહ્યું, મને તે વાતનો ઘણો આનંદ છે કે સુધીર અન્ના અને મને આ સન્માનજનક એવોર્ડથી સન્માનિત કરવામાં આવી રહ્યાં છે. આ સાથે તે જાણીને વધુ ખુશી થઈ કે પ્રથમવાર પ્રશંસકોની સૌથી પ્રિય ક્ષણને પુસ્તકના રૂપમાં છાપવામાં આવશે. 

આ ખાસ અવસર પર સુધીરે કહ્યું, દરેક એક ફેનની પાસે સચિન સરની કોઈ ખાસ યાદ જરૂર હશે. આ પહેલના માધ્યમથી હું ઈચ્છું છું કે વધુમાં વધુ ફેન્સ આવે અને પોતાની સૌથી સારી યાદો શેર કરે જેમાં ફરી સચિન સરને સમર્પિત એક પુસ્તકમાં મુકવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news