IPL 2019: DC, SRH, MI અને CSK પ્લેઓફમાં, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
આઈપીએલ-12માં 56 લીગ મેચ પૂર્ણ થયા બાદ હવે 7 મેથી પ્લેઓફના મુકાબલાની શરૂઆત થવાની છે. ચેન્નઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પ્લેઓફમાં પહોંચી છે.
નવી દિલ્હીઃ આઈપીએલ-2019માં કુલ 56 લીગ મેચ બાદ પ્લેઓફ માટેની ચાર ટીમ નક્કી થઈ ગઈ છે. અંતિમ મેચમાં પ્લેઓફની છેલ્લી ટીમ નક્કી થઈ હતી. આ લીગમાં સૌથી પહેલા ચેન્નઈ સુપર કિંગ્સે પ્લેઓફની ટિકિટ મેળવી હતી. ત્યારબાદ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચ્યા હતા. મંગળવાર (7 મે)થી પ્લેઓફના મુકાબલાની શરૂઆત થશે. પ્રથમ ક્વોલિફાયર ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ચેપોકમાં રમાશે. જ્યારે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પ્રથમ એલિમિનેટરમાં ટકરાશે. જ્યારે ટૂર્નામેન્ટનો ફાઇનલ 12 મેએ રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ હૈદરાબાદ ખાતે રમાશે. મહત્વનું છે કે, બીસીસીઆઈએ પ્લેઓફના મેચો માટે સમયમાં ફેરફાર કર્યો છે. આ તમામ મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે.
પ્લેઓફનો સંપૂર્ણ કાર્યક્રમ
ક્વોલિફાયર-1, 7 મે
ચેન્નઈ સુપર કિંગ્સ vs મુંબઈ ઈન્ડિયન્સ, પી. ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નઈ
એલિમિનેટર, 8 મે
દિલ્હી કેપિટલ્સ vs સનરાઇઝર્સ હૈદરાબાદ, આય.એસ.આર રેડ્ડી સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ
ક્વોલિફાયર-2, 10 મે
ક્વોલિફાયર-1ની પરાજીત ટીમ vs એલિમિનેટરની વિજેતા ટીમ, આય.એસ.આર રેડ્ડી સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ
ફાઇનલ, 12 મે
ક્વોલિફાયર 1 vs ક્વોલિફાયર-2ની વિજેતા ટીમ, રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ, હૈદરાબાદ